ફ્લિપકાર્ટને ટક્કર મારે એવો એમેઝોનનો સેલ, તારીખ અને વિગત જાણવા કરો ક્લિક

આ વખતે એેમેઝોન ઇન્ડિયાએ એચડીએફસી બેંક સાથે ભાગીદારી કરી છે

ફ્લિપકાર્ટને ટક્કર મારે એવો એમેઝોનનો સેલ, તારીખ અને વિગત જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : હાલમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે ત્યારે ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટે પોતાના ત્રીજા દિવાળી સેલની જાહેરાત કરી છે. આ સંજોગોમાં એમેઝોન ઇન્ડિયાએ પોતાના ત્રીજા ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી છે. આ સેલ 2 નવેમ્બરે શરૂ થશે અને 5 નવેમ્બર સુધી ચાલશે. 

આ વખતે એમેઝોન ઇન્ડિયાએ એચડીએફસી બેંક સાથે ભાગીદારી કરી છે જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડર્સને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સંજોગોમાં ઇએમઆઇ ઓપ્શન પર પણ શોપિંગ કરી શકાશે. આ સિવાય જો તમે 2,000 રૂપિયાથી લઈને 4,999 રૂપિયા જેટલું શોપિંગ કરશો તો તમને અલગથી 5 ટકા કેશબેક મળશે. આ સિવાય 5,000 રૂ.થી વધારે પેમેન્ટ પર 10 ટકા સુધી કેશબેક મળશે. આ કેશબેક તમારા એમેઝોન પે બેલેન્સમાં જોડાઈ જશે. આ સેલ દરમિયાન કંપની આજે લોન્ચ થનારા OnePlus 6Tને શાનદાર ઓફર્સ સાથે વેચશે. 

એમેઝોન આ સેલમાં નો કોસ્ટ ઇએમઆઇ ઓપ્શન અને નવા કસ્ટમર્સને પહેલા ઓર્ડર પર ફ્રી ડિલીવરી આપી રહ્યું છે. આ સાથે ઇ-કોમર્સ સાઇટ પર BookMyShow અને Swiggyના વાઉચર્સ મળશે જેની મદદથી યુઝર 500 રૂ. અને એનાથી વધારાનું શોપિંગ કરી શકશે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં Redmi 6 Pro, Samsung Galaxy A8+ અને Realme 1ને શાનદાર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ સાથે રજૂ કરવામાંઆવશે. આ સિવાય લેપટોપ પર 25,000 રૂ. સુધી ઓફ મળશે. આ સાથે જ કેમેરા અને ઓડિયો તેમજ હેડફોન પર 70 ટાક ડિસ્કાઉન્ટ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news