Second Hand Car ખરીદવાના 4 મહત્વના ફાયદા, જાણશો તો તમે પણ નવી નહીં ખરીદો!
Car Buying Guide: અહીં અમે તમને સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના ચાર મહત્વના ફાયદા જણાવીશું..
Trending Photos
Used Car benefits: ઓછા બજેટને કારણે સામાન્ય માણસ માટે કાર ખરીદવી મુશ્કેલ છે, તેથી ઘણા લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું નક્કી કરે છે. સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના ઘણા ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે તમે નવી કાર કરતાં ઓછી કિંમતમાં વાહન ખરીદી શકો છો. બીજો ફાયદો એ છે કે નવી કારની સરખામણીમાં કારનું ડીપ્રીશિએશન પણ ઓછું હોય છે. પરંતુ આપણે બધા આ ફાયદાઓ તો જાણીએ જ છીએ. અહીં અમે તમને સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના એવા ચાર ફાયદા જણાવીશું, જે તમને કોઈ કહેશે નહીં.
1. નવી કાર ખરીદતી વખતે કાર કંપની તમને ધીમી ગતિએ કાર ચલાવવાની સલાહ આપે છે, પરંતુ જૂની કારમાં આવી કોઈ સમસ્યા નથી. તમે જે દિવસે તેને ખરીદો છો ત્યારથી જ તમે તેને ફાસ્ટ ચલાવી શકો છો.
2. નવી કાર ખરીદ્યાના થોડા દિવસો પછી તમને કાર પર સ્ક્રેચનો ડર લાગશે, પરંતુ જૂની કારને લઈને આવું કોઈ ટેન્શન નથી. ઘણા લોકો સ્ક્રેચેસ વિશે પણ ચિંતા કરતા નથી.
3. જૂની કાર સાથે, તમારે ટેક્સની ચિંતા કરવાની જરૂર નથી, જ્યારે નવી કાર ખરીદવા પર, તમારે RTO થી લઈને પર્યાવરણ સેસ સુધીના વિવિધ ટેક્સ ચૂકવવા પડશે. આના કારણે, તમારે નવી કારની એક્સ-શોરૂમ કિંમત પછી પણ લાખો રૂપિયા ચૂકવવા પડી શકે છે, જે સેકન્ડ હેન્ડ વાહનમાં નથી ચુકવવા પડતા.
4. ચોથું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે વપરાયેલી કાર ખરીદતી વખતે તમને ઓછા બજેટમાં વધુ ફીચર લોડેડ વાહન મળે છે. બેસ્ટ ફીચર્ડ વાહનો પણ સેકન્ડ હેન્ડ માર્કેટમાં 3 થી 4 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે જ્યારે નવું વાહન ખરીદતી વખતે તમે આ બજેટમાં માત્ર બેઝિક કાર જ ખરીદી શકો છો.
આ પણ વાંચો:
અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં
શું તમે ભાડે રહો છો? તમારા કાનૂની હક ખાસ જાણો...મકાન માલિક નહીં કરી શકે હેરાન
ગુજરાતમાં 12 કલાકમાં 179 તાલુકામાં ધોધમાર, વિસાવદરમાં 15, તો જામનગર-અંજારમાં 11 ઈંચ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે