Second Hand Car Tips: સેકન્ડ હેન્ડ કાર ખરીદતા સમયે ન કરો આ ભૂલ, થઈ શકે છે મોટું નુકસાન

Second Hand Car Tips: જો તમે પણ સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામમાં આવી શકે છે, સંપૂર્ણ લેખ વાંચો અને જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Second Hand Car Tips: સેકન્ડ હેન્ડ કાર ખરીદતા સમયે ન કરો આ ભૂલ, થઈ શકે છે મોટું નુકસાન

Registration Certificate Transfer: ભારતમાં નવા વાહનોની સાથે જૂના વાહનો પણ ખૂબ વેચાય છે. જો કે, જૂની ગાડીઓ ખરીદતા સમયે અનેક લોકો ભૂલો કરે છે, જે બાદ તેમને નુકસાન ભોગવવું પડે છે. અનેક લોકો જૂની ગાડી વેચતા કે ખરીદતા સમયે, વાહનના નવા માલિકના નામ પર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને ટ્રાન્સફર નથી કરાવતા, જે બાદ તેમને જેલમાં પણ જવું પડી શકે છે. એવામાં જો તમે જૂનું વાહન ખરીદવા કે વેચવા ઈચ્છો છો તો વાહનનું આરસી ટ્રાન્સફર જરૂર કરાવો.

શું છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ?
ગાડીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં ગાડીના માલિકનું નામ હોય છે. જેનાથી તેના અસલી માલિકનું નામ ખબર પડે છે. આ વાહનનો ઉપયોગ ખોટા કામમાં થાય કે અકસ્માત થાય તો તેનો માલિક પકડાઈ શકે. એવામાં તો તમારી ગાડી કોઈ અન્ય વ્યક્તિ ચાલવે છે અને તેનાથી કોઈ અપરાધ થાય છે તો પોલીસ સીધા તમને પકડી શકે છે.

કેવી રીતે થશે ટ્રાન્સફર?
જો તમારે ગાડીનું આરસી ટ્રાન્સફર કરાવવું છે તો તમારા રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગમાં જઈને આરસી ટ્રાન્સફર ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં ગાડીના નવા અને જૂના માલિકની વિગતો આપવાની રહે છે.

આ કાગળિયા આપવાના રહેશે
આરસી ટ્રાન્સફર માટે કેટલાક કાગળિયા પણ આપવાના રહેશે. જેમાં વાહનના જૂના માલિકનું આરસી, નવા માલિકનું ઓળખ પત્રક અને એડ્રેસ પ્રુફનો સમાવેશ થાય છે. આ બાદ વાહનનુ ઈન્સ્પેક્શન કરાવવાનું રહે છે. આ સાથે આરસી ટ્રાન્સફર માટે એક નિશ્ચિત ફી જમા કરવાની રહે છે. આ પ્રક્રિયા પુરી થયા બાદ નવા માલિકના નવા નવું આરસી મળી જશે.

આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું

રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news