સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન

Cheapest Smartphone: જો તમે કોઇ નાનો મોટો બિઝનેસ ચલાવો છો અને એકસાથે કર્મચારીઓ માટે ફીચર ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો સાથે જ તમારું બજેટ ઓછું છે તો પરેશાન થવાની જરૂર નથી કારણ કે ફીચર ફોન પર અત્યાર સુધીનું સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જે તમને પણ મળી શકે છે. 

સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન

Cheapest Phone: જો તમે માર્કેટમાં કોઇ ઠીક ઠાક ફીચર ફોન ખરીદવા જશો તો તમારા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયા અથવા 1500 રૂપિયા ચૂકવવા પડશે જ કારણ કે આ સૌથી ઓછી રકમ છે જેમાં તમે ફીચર ફોન ખરીદી શકો અછો અને તમે જોઇ કોઇ બીજા ફીચર ઇચ્છો છો તો તેનાથી પણ વધુ કિંમતના ફીચર ફોન માર્કેટમાં ઉપલબ્ધ છે જેને તમે ₹2000 થી માંડીને ₹2500 માં ખરીદી શકો છો. જોકે તમારે જો એકસાથે ઘણા ફીચર ફોન ખરીદવા હોય અને તમારું બજેટ એકદમ ઓછું હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી કારણ કે એક માર્કેટ છે જ્યાંથી તમે ₹500 થી ઓછી કિંમતના ફીચર ફોન ખરીદી શકો  છો. જોકે સેમસંગના ફીચર ફોન્સને આ માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે અને કિંમત એટલી ઓછી છે જેનો તમે અંદાજો પણ લગાવી નહી શકો. 

ક્યાં મળી રહ્યા છે સસ્તા ફીચર ફોન
જોકે ફેસબુકના માર્કેટપ્લેસ પર એક સેલર સેમસંગના સસ્તા ફીચર ફોનનું વેચાણ કરી રહ્યા છે. આ ફીચર ફોન્સની કિંમત ફક્ત ₹350 રાખવામાં આવી છે ખાસ વાત એ છે કે તમે કોઇ પણ ફીચર ફોન ફક્ત ₹350 જોઇને ખરીદી શકો છો. તેના માટે તમારે કોઇ એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો નહી પડે બસ તમારે ફેસબુક માર્કેટપ્લેસ પર જઇને તમારે ફોન સિલ્કેટ કરવાનો છે ત્યારબાદ તમે તેને ઘરે મંગાવી શકો છો. 

જોકે તમે મોટી સંખ્યામાં ફીચર ફોન મંગાવી રહ્યા છો તો આ વાતનું ધ્યાન રખો કે ક્યારેય પણ પહેલાં પેમેન્ટ કરવાની ભૂલ ન કરો કારણ કે ઘણા સેલર એવા છે જે ગ્રાહકોને ચૂનો લગાવી દે છે અને પ્રોડક્ટ મોકલતા પહેલાં જ પુરા પૈસા લઇ લે છે પરંતુ પ્રોડક્ટ મોકલતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news