Samsung ના આ ફોનમાં હશે 12 GB રેમ, બજારમાં ટૂંક સમયમાં થશે લોન્ચ

દક્ષિણ કોરિયાઇ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung) ટૂંક સમયમાં એસ સીરીઝના નવા ફોનને લોન્ચ કરવાની છે. કંપની દ્વારા તાજેતરમાં તેનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટીઝરમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં તે પોતાના નવા ગેલેક્સીના 10મા એડિશનને લોન્ચ કરવાનું મન બનાવી ચૂકી છે. રિપોર્ટ્સનું માનીએ તો 20 ફેબ્રુઆરીના રોજ બાર્સિલોનામાં આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) માં સેમસંગ એસ સીરીઝ હેઠળ એસ 10 (Galaxy S10) અને ગેલેક્સી એસ10+ (Galaxy S10+)ને લોન્ચ કરશે.
Samsung ના આ ફોનમાં હશે 12 GB રેમ, બજારમાં ટૂંક સમયમાં થશે લોન્ચ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાઇ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung) ટૂંક સમયમાં એસ સીરીઝના નવા ફોનને લોન્ચ કરવાની છે. કંપની દ્વારા તાજેતરમાં તેનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટીઝરમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં તે પોતાના નવા ગેલેક્સીના 10મા એડિશનને લોન્ચ કરવાનું મન બનાવી ચૂકી છે. રિપોર્ટ્સનું માનીએ તો 20 ફેબ્રુઆરીના રોજ બાર્સિલોનામાં આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) માં સેમસંગ એસ સીરીઝ હેઠળ એસ 10 (Galaxy S10) અને ગેલેક્સી એસ10+ (Galaxy S10+)ને લોન્ચ કરશે.

ફોનમાં ટ્રિપ કેમેરા સેટઅપ હોવાની આશા
તાજેતરમાં જ લીક થયેલા રિપોર્ટ અનુસાર કંપની નવા ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપી શકે છે. આ પહેલાં પણ લોન્ચ થયેલા કેટલાક ફોન્સમાં એવું જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર ગેલેક્સી એસ 10 અને ગેલેક્સી એસ10+ માં ઇનફિનિટી ઓ ડિસ્પલે આપવામાં આવી છે. તેમાં ડિસ્પ્લેની ઉપર જમણી તરફ હોલ-પંચ છે જેની અંદર સેલ્ફી કેમેરા યૂનિટ છે. સેમસંગના નવા ફોન ગેલેક્સી એસ 10મં 5.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે, તો બીજી તરફ ગેલેક્સી એસ10+ ના 6.4 ઇંચની ડિસ્પ્લે સાથે આવવાની આશા છે.

74 હજારથી શરૂ થઇ શકે કિંમત
એક રિપોર્ટ અનસુઆર S10+ ને 12GB રેમ અને 1TB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. લીક્સનું માનીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સાથે ડ્યૂલ સેલ્ફી કેમેરા આપવામાં આવશે. આ ઉપરાંત ગેલેક્સી એસ10 ફિંગરપ્રિંટ સ્કેનર, સેરેમિક બેક અને સેમસંગ પે જેવા ફીચર સાથે આવશે. ફોનના લેફ્ટ અને રાઇટ બંને સાઇટમાં સેમસંગ ગેલેક્સી એસ10 પ્લ્સની માફક કર્વ આપવામાં આવ્યો છે. રિપોર્ટનું માનીએ તો ગેલેક્સી એસ 10 ના 6GB રેમ/ 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 74 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. 

તો બીજી તરફ 8GB રેમ / 512 GB સ્ટોરેજવાળા વેરિન્ટની કિંમત 94 હજાર રૂપિયાની આસપાસ થઇ શકે છે. સેમસંગ ગેલેક્સી એસ10+ના ટો વેરિએન્ટમાં 12 GB ની રેમ હોવાના સમાચાર છે, આ સાથે જ કંપની તરફથી 1 ટીબીની સ્ટોરેજ હશે. કલર વેરિએન્ટની વાત કરીએ તો બધા ફોન બ્લેક, વ્હાઇટ અને સી ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. નવા સ્માર્ટફોન નવા વન યૂઆઇ સોફ્ટવેર અને 3.5 એમએમ જેક સાથે રજૂ કરવામાં આવશે. નવા ફોન્સને 8 માર્ચના રોજ ઓફિશિયલ લોન્ચ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news