મોદીનો બંગ્લો તોડવામાં JCB નિષ્ફળ, બ્લાસ્ટ કરીને ઇમારત તોડવા હાઇકોર્ટમાં અરજી
હોમી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરથી વિજ્ઞાનિકો બોલાવીને બંગ્લામાં બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી : દેશનાં સૌથી મોટા બેંકિંગ ગોટાળામાં આરોપી અને ભાગેડુ હિરા વેપારી નીરવ મોદી રાયગઠ જિલ્લા ખાતે બંગ્લો તોડી પાડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જો કે હવે સમાચાર છે કે નીરવ મોદીના બંગ્લાને તોડવા માટે પહોંચેલા જેસીબી અને પોકલેન મશીન નિષ્ફળ રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, બંગ્લાની મજબુતી પર જેસીબી અને પોકલેન મશીન કારગત સાબિત નથી થઇ રહ્યા. જેના કારણે હવે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનાં એન્જીનિયર્સને બોલાવવામાં આવ્યા છે. તેમના મંતવ્ય અનુસાર બંગ્લાને તોડવા માટે કંટ્રોલ બ્લાસ્ટ કરવામાં આવશે.
કિંમતી સામાન બહાર કાઢવામાં આવશે.
કંટ્રોબ બ્લાસ્ટ કરાવતા પહેલા બંગ્લાની અંદર લાગેલી કિંમતી વસ્તુઓ જેમ કે ઝુમર, બાથરુમના શાવર કાઢવામાં આવશે અને તેની નિલામી કરવામાં આવશે. જો કે બંગ્લામાં બ્લાસ્ટ કરવા માટે મુંબઇ હાઇકોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે નીરવ મોદીનો અલીબાગ ખાતેનો બંગ્લો આશરે 20 હજાર વર્ગ ફુટમાં ફેલાયેલો છે. તંત્રએ બંગલાની અંદર મળનારા કિમતી સામાનની હરાજી કરીને મહત્તમ રકમ મેળવવા માંગે છે.
58 બિનકાયદેસર ઇમારતોને તોડી પાડવાનો આદેશ
રાયગઢનાં જિલ્લાધિકારી વિજય સુર્યવંશીએ ગત્ત મહિને મુંબઇથી 90 કિલોમીટર દુર અલીબાગ બીચ નજીક કિહિમમાં આવેલ 58 બિનકાયદેસર ઇમારતો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેમાં નીરવ મોદીના બંગ્લાનો પણ સમાવેશ થાય છે. બિનકાયદેસર ઇમારતોની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવાનામાં નિષ્ફળતા અંગે મુંબઇ હાઇકોર્ટે ઝાટકણી બાદ આ બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. અન્ય એજન્સીઓની સાથે પીએનબી મુદ્દે તપાસ કરી રહેલી ઇડીએ આ સંપત્તીને જપ્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે