રોયલ એનફીલ્ડે લોન્ચ કર્યું Bullet 350 નું નવું વર્જન, સસ્તું હશે મેન્ટેનસ

રોયલ એનફીલ્ડ (Royal Enfield)એ Bullet 350 ના નવા મોડલને લોન્ચ કર્યા છે. જોકે તેની કિંમત જૂના મોડલની તુલનામાં ઓછી છે. તેની કિંમત 1.12 લાખથી શરૂ થઇ રહી છે. તો બીજી તરફ Bullet 350 ES ની કિંમત 1.27 લાખથી શરૂ થાય છે. જાણકારી અનુસાર નવા મોડલને ઘણા નવા કલર ઓપ્શનમાં ઉતારવામાં આવી છે. નવા બુલેટ સ્ટાર્ડડ મોડલથી લગભગ 11000 રૂપિયા અને બુલેટ ES વર્જનથી લગભગ 22000 રૂપિયા સસ્તી છે. આ મોડલનું નામ Bullet 350 RE રાખવામાં આવ્યું છે.  
રોયલ એનફીલ્ડે લોન્ચ કર્યું Bullet 350 નું નવું વર્જન, સસ્તું હશે મેન્ટેનસ

નવી દિલ્હી: રોયલ એનફીલ્ડ (Royal Enfield)એ Bullet 350 ના નવા મોડલને લોન્ચ કર્યા છે. જોકે તેની કિંમત જૂના મોડલની તુલનામાં ઓછી છે. તેની કિંમત 1.12 લાખથી શરૂ થઇ રહી છે. તો બીજી તરફ Bullet 350 ES ની કિંમત 1.27 લાખથી શરૂ થાય છે. જાણકારી અનુસાર નવા મોડલને ઘણા નવા કલર ઓપ્શનમાં ઉતારવામાં આવી છે. નવા બુલેટ સ્ટાર્ડડ મોડલથી લગભગ 11000 રૂપિયા અને બુલેટ ES વર્જનથી લગભગ 22000 રૂપિયા સસ્તી છે. આ મોડલનું નામ Bullet 350 RE રાખવામાં આવ્યું છે.  

બંને મોટરસાઇકલમાં 346 સીસી સિંગલ સિલિન્ડર એન્જીન છે જે 20PS, 5,250rpm પાવર જનરેટ કરે છે અને 4,000rpm पर 28Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ 280 એમએમ ડિસ્ક બ્રેક, સિંગલ ચેનલ એબીએસ અને 153 એમએમ ડ્રમ બ્રેકથી સજ્જ છે. 

આ સેગમેંટની બાઇક બનાવનાર કંપની રોયલ એનફીલ્ડ હાલમાં ઓછી ડિમાંડના લીધે વેચાણમાં ઘટાડાનો સામનો કરી રહ્યો છે. તેની પાછળ સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ પર ભાર મુકવો અને ઇંશ્યોરન્સ કોસ્ટમાં વધારો એક મોટું કારણ છે. Royal Enfield ના આ મોટરસાઇકલ કસ્ટમરને હવે છ મહિના અથવા 5000 કિલોમીટર પર એન્જીન ઓઇલ બળવાની જરૂર નહી પડે. હવે એન્જીન ઓઇલ બદલવાની જરૂરિયાત એક વર્ષ અથવા 10000 કિલોમીટર પર જરૂર પડશે. કંપનીનું કહેવું છે કે તેનાથી મોટરસાઇકલની મેન્ટેનન્સ કોસ્ટ ત્રણ વર્ષમાં 40 ટકા ઓછી થઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news