આ રીતે કારની માઈલેજ વધારે છે મારુતિ!, નવી સ્વિફ્ટના વજનમાં અધધધ...ઘટાડો
Trending Photos
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકીએ હાલમાં જ પોતાની નવી જનરેશન સ્વિફ્ટને ભારતમાં લોન્ચ કરી હતી. નવી સ્વિફ્ટ આ વખતે પહેલા કરતા વધુ માઈલેજ ઓફર કરી રહી છે. હવે સવાલ એ છે કે આખરે એ કેવી રીતે શક્ય બની શક્યું કે એક લિટરમાં સ્વિફ્ટ 25.75 કિલોમીટર સુધીની માઈલેજ આપવામાં સફળ થઈ? અત્રે જણાવવાનું કે કારમાં કે સીરીઝ એન્જિનની જગ્યાએ ઝેડ સીરીઝ એન્જિન આપવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીએ તેનું વજન પણ ખુબ ઓછું કર્યું છે. જાણો વધુ માઈલેજ પાછળની વાતો....
કઈ જનરેશનનું કેટલું વજન
- પહેલી જનરેશનની સ્વિફ્ટનું વજન- 1010 કિલોગ્રામ
- બીજી જનરેશનની સ્વિફ્ટનું વજન- 965 કિલોગ્રામ
- ત્રીજી જનરેશનની સ્વિફ્ટનું વજન- 905 કિલોગ્રામ
- - ચોથી જનરેશનની સ્વિફ્ટનું વજન- 925 કિલોગ્રામ
કઈ જનરેશનમાં મળે છે કેટલી માઈલેજ
- પહેલી જનરેશનની સ્વિફ્ટની માઈલેજ- 12.36 kmpl
- બીજી જનરેશનની સ્વિફ્ટની માઈલેજ- 20.4 kmpl
- ત્રીજી જનરેશનની સ્વિફ્ટની માઈલેજ- 22.56 kmpl
- ચોથી જનરેશનની સ્વિફ્ટની માઈલેજ- 25.75 kmpl
મીડિયા રિપોર્ટ મુજબ નવી સ્વિફ્ટની માઈલેજ સારી હોવાનું સૌથી મોટું કારણ તેનું 100 કિલોગ્રામ વજન ઓછું હોવાનું છે. આ સાથે જ તેમાં હવે પહેલાથી સારું પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે. આ કારણે હવે સ્વિફ્ટ એક લીટરમાં 25.75 કિલોમીટરની માઈલેજ ઓફર કરી રહી છે.
એન્જિન અને પાવર
નવી સ્વિફ્ટમાં નવું Z સીરીઝનું પેટ્રોલ એન્જિન લાગેલુ છે. જે 82hp નો પાવર અને 112 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન દરેક પ્રકારની ડ્રાઈવિંગ કન્ડિશનમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં હવે આ એન્જિનથી 14ટકા વધુ માઈલેજ પણ મળશે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ગિયરબોક્સથી લેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે