Jio ના ટોપ ટ્રેન્ડિંગ પ્લાન્સથી યૂઝર્સને મોજ, ફ્રી મળી રહ્યો છે 21GB ડેટા

રિલાયન્સ જિયોના કેટલાક પ્લાન આ સમયે ખુબ ટ્રેન્ડિંગ છે. આ પ્લાનમાં કંપની 365 દિવસ સુધીની વેલિડિટી ઓફર કરી રહી છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં 21જીબી સુધી એક્સ્ટ્રા ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. 

Jio ના ટોપ ટ્રેન્ડિંગ પ્લાન્સથી યૂઝર્સને મોજ, ફ્રી મળી રહ્યો છે 21GB ડેટા

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપનીના પોર્ટફોલિયોમાં દરેક કેટેગરીના પ્લાન હાજર છે. જો તમે વધુ ડેટાવાળો પ્લાન શોધી રહ્યાં છો તો તમે રિલાયન્સ જિયોના ટોપ ટ્રેન્ડિંગ પ્લાન્સને ટ્રાઈ કરી શકો છો. આ પ્લાનમાં કંપની 365 દિવસ સુધીની વેલિડિટી ઓફર કરે છે. આ પ્લાન 2.5 જીબી સુધી ડેલી ડેટા સાથે આવે છે. ખાસ વાત છે કે ઓફરમાં કંપની 21 જીબી સુધી એક્સ્ટ્રા ફ્રી ડેટા આપી રહી છે. એટલું જ નહીં એલિઝિબલ યૂઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા મળશે. આવો આ પ્લાન વિશે જાણીએ...

જિયોનો 299 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને દરરોજ 2જીબી ઈન્ટરનેટ મળશે. કંપની પ્લાનમાં સાત જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. એલિઝિબલ યૂઝર્સ અનલિમિટેડ 5જી ડેટાની મજા માણી શકશે. પ્લાનમાં દરેક નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે તો દરરોજ 100 એસએમએસ મળશે. તમને જિયો ટીવી અને જિયો સિનેમાનું ફ્રી એક્સેસ મળશે. 

જિયોનો 749 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. ઓફરમાં આ પ્લાન સબ્સક્રાઇબ કરશે તેને ફ્રી 14 જીબી એક્સ્ટ્રા ડેટા મળશે. આ પ્લાનમાં પણ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે કોલિંગ અને એસએમએસનો લાબ મળશે. આ પ્લાનમાં પણ કંપની જિયો ટીવી અને જિયો સિનેમાનું ફ્રી એક્સેસ આપે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસ છે. 

જિયોનો 2999 રૂપિયાવાળો પ્લાન
કંપનીના આ પ્લાનમાં 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી આપવામાં આવી રહી છે. કંપની આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા આપશે. ઓફર હેઠળ આ પ્લાનનું રિચાર્જ કરાવનાર યૂઝર્સને 21 જીબી એક્સ્ટ્રા ફ્રી ડેટા મળશે. બાકી પ્લાન્સની જેમ એલિઝિબલ યૂઝર્સને 5જી ઈન્ટરનેટનો લાભ મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. તો યૂઝર્સ જિયો ટીવી અને જિયો સિનેમાનું પણ એક્સેસ મેળવી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news