દરરોજ 2.5GB ડેટા, 365 દિવસની વેલિડિટી, 2 OTT એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી, જિયોનો સૌથી ધમાકેદાર પ્લાન

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પાસે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઉપલબ્ધ છે. સસ્તા પ્લાન આપતી જિયોના પોર્ટફોલિયોમાં હવે એક સૌથી મોંઘો પ્લાન સામેલ થયો છે. આ મોંઘા પ્લાનમાં યૂઝર્સને ધમાકેદાર બેનિફિટ્સ મળી રહ્યાં છે. 

દરરોજ 2.5GB ડેટા, 365 દિવસની વેલિડિટી, 2 OTT એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી, જિયોનો સૌથી ધમાકેદાર પ્લાન

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની પાસે ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો પ્લાન છે. આ વાત માન્યામાં આવી રહી નથી. હકીકતમાં તમામ ટેલીકોમ કંપનીઓ વચ્ચે સૌથી સસ્તા પ્લાન્સ લોન્ચ કરવા માટે જિયો જાણીતું છે. 

જ્યાં રિલાયન્સ જિયો પાસે એક તરફ સૌથી સસ્તા પ્લાન્સ ચે, પરંતુ કંપની પાસે એક મોંઘો પ્લાન પણ છે. જિયો તરફથી આ રિચાર્જ પ્લાનને ચુપચાપ રજૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિયોના સૌથી મોંઘા પ્લાન વિશે Telecomtalk ના રિપોર્ટથી માહિતી મળી છે. હકીકતમાં જિયોના આ પ્લાનની કિંમત 3662 રૂપિયા છે.

અત્યાર સુધી ટેલીકોમ જગતમાં આ પ્લાનતી મોંઘો કોઈ પ્લાન નથી. પરંતુ આ પ્લાન મોંઘો હોવાની સાથે તેમાં અનેક બેનિફિટ્સ પણ મળી રહ્યાં છે. આવો જાણીએ આખરે આ પ્લાનમાં યૂઝર્સને ક્યા-ક્યા લાભ આપવામાં આવી રહ્યાં છે. 

Reliance Jio નો 3662 રૂપિયાવાળો પ્લાન
Reliance Jio ના આ 3662 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2.5 જીબી ડેટા મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગનો લાભ પણ મળે છે. તો રિલાયન્સ જિયોના આ પ્લાનમાં કંપની  Unlimited 5G ડેટા પણ ઓફર કરી રહી છે. 

2 OTT Apps નું Free Subscription
હવે તમે વિચારી રહ્યાં હશો કે આખરે આ પ્લાનમાં શું નવુ મળી રહ્યું છે, આવા બેનિફિટ્સ તો અન્ય પ્લાન્સમાં પણ મળે છે. હકીકતમાં આ પ્લાન્સમાં યૂઝર્સને ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન મળી રહ્યાં છે. આ પ્લાનમાં ગ્રાહકોને JioTV App ના માધ્યમથી ZEE5 અને SonyLIV નું Subcription એક વર્ષ માટે મળી રહ્યું છે. 

અન્ય બેનિફિટ્સ
પરંતુ આ પ્લાનના બેનિફિટ્સ અહીં ખતમ થતા નથી. આ પ્લાનમાં ગ્રાહકોને JioCinema, JioCloud અને JioTV નું એક્સેસ પણ મળે છે. અહીં તમને જણાવી દઈએ કે આ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી મળે છે. 

આ સિવાય પ્લાનમાં ગ્રાહકોને કુલ 912.5GB ડેટા મળે છે. જો તમે ડેટા લિમીટ પૂરી કરો તો ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news