Reliance Jio ક્રિકેટ પેક, દરરોજ 1.5GB ડેટા અને ફ્રી ઓફર


રિલાયન્સ જીયોની પાસે ક્રિકેટ પેક હેઠળ માત્ર ડેટા, પેક વિથ વોઇસ અને ડેટા એડ ઓન પેક હાજર છે. 499 રૂપિયા વાળા Jio Cricket Packની વેલિડિટી 56 દિવસ છે. 

Reliance Jio ક્રિકેટ પેક, દરરોજ  1.5GB ડેટા અને ફ્રી ઓફર

નવી દિલ્હીઃ Reliance Jioએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એન્ટ્રી બાદથી સતત નવા સસ્તા ડેટા પેક લોન્ચ કર્યાં છે. કંપનીના પાસે દરેક કેટેગરીના ગ્રાહકો માટે અલગ-અલગ રિચાર્જ પેક હાજર છે. મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી જીયોએ હાલમાં ક્રિકેટ પેક લોન્ચ કર્યાં છે. આવો તમને જણાવીએ 499 રૂપિયા વાળા જીયો ક્રિકેટ પેક વિશે. 

499 રૂપિયા વાળો જીયો ક્રિકેટ પેક
જીયોના 499 રૂપિયા વાળા કેપની વેલિડિટી 56 દિવસ છે. આ પેકમાં દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. કુલ મળીને ગ્રાહકને 84 જીબી હાઈ-સ્પીડ ડેટાનો ફાયદો મળશે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. 

Facebook Secret Tips and Tricks: જાણો Facebook પર કોણ કરી રહ્યું છે તમારી જાસૂસી, આ રીતે મેળવો માહિતી  

મહત્વનું છે કે રિલાયન્સ જીયોના આ પેકમાં કોઈ કોલિંગ અને એસએમએસ બેનિફિટ મળતા નથી. પરંતુ જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. આ પેકની સૌથી મહત્વની ખાસિયત છે કે તેમાં કોઈ વધારાના ચાર્જ વગર મળનાર ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન છે. 

મહત્વનું છે કે હાલમાં જીયોએ ધન ધનાધન ઓફર હેઠળ ક્રિકેટ પેક લોન્ચ કર્યાં હતા. તેમાં 401 રૂપિયા, 777 રૂપિયા અને 2599 રૂપિયા વાળા પેક સામેલ છે. આ ત્રણેય રિચાર્જ પેક ડેટા અને વોઇસ કોલિંગ બેનિફિટ્સની સાથે આવે છે. આ સિવાય કંપનીએ ડેટા એડ ઓન પેક પણ રજૂ કર્યાં છે. આ પેક્સના ભાવ 1208, 1206, 1004 અને 612 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news