Reliance Jioના નવા પ્લાનઃ કોલિંગ અને 2GB ડેટાની સાથે IUC મિનિટ પણ ફ્રી

 6 પૈસા/મિનિટનો IUC ચાર્જ લગાવ્ય બાદથી રિલાયન્સ જીયો પર સવાલ ઉઠવા લાગ્યા છે. તેમાથી બહાર આવવા માટે પાછલા સપ્તાહે રિલાયન્સ જીયોએ 'All-in-One' પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે.

Reliance Jioના નવા પ્લાનઃ કોલિંગ અને 2GB ડેટાની સાથે IUC મિનિટ પણ ફ્રી

નવી દિલ્હીઃ 6 પૈસા/મિનિટનો IUC ચાર્જ લગાવ્ય બાદથી રિલાયન્સ જીયો પર સવાલ ઉઠવા લાગ્યા છે. તેમાથી બહાર આવવા માટે પાછલા સપ્તાહે રિલાયન્સ જીયોએ 'All-in-One' પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે. ઓલ-ઇન-વન પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ જીયોથી જીયો કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય તેમાં નોન-જીયો નંબર પર કોલ કરવા માટે અલગથી મિનિટ આપવામાં આવી છે. અલગ-અલગ વેલિડિટી વાળા આ પ્લાનની કિંમત 222 રૂપિયા, 333 રૂપિયા, 444 રૂપિયા, અને 555 રૂપિયા છે. 

222 રૂપિયાનો પ્લાન vs 198 રૂપિયાનો પ્લાન
જીયોના 222 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં અનલિમિટેડ જીયોથી જીયો કોલિંગ અને 2 જીબી ડેટા પ્રતિદિન સિવાય  1000 મિનિટ IUC કોલિંગ માટે મળે છે. તો વાત કરવામાં આવે 198ના પ્લાનની તો તેમાં તમને 28 દિવસ માટે 2 જીબી ડેટા મળે છે. પરંતુ 198 રૂપિયાના પ્લાનમાં 222 રૂપિયા વાળા પ્લાનની જેમ IUC મિનિટ મળતી નથી. 

333 રૂપિયાનો પ્લાન vs 398 રૂપિયાનો પ્લાન
જીયોના 333 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેમાં પણ અનલિમિટેડ જીયોથી જીયો કોલિંગ અને 2 જીબી ડેટા મળે છે. તેમાં તમને 56 દિવસ માટે 1000 મિનિટ IUC કોલિંગ માટે પણ મળે છે. તો વાત કરીએ 398 રૂપિયાના પ્લાનની તો તેમાં પણ 2 જીબી ડેટા પ્રતિદિન અને અનલિમિટેડ જીયોથી જીયો કોલિંગની સુવિધા મળે છે. તેની વેલિડિટી 70 દિવસની છે. 

444 રૂપિયાનો પ્લાન vs 448 રૂપિયાનો પ્લાન
84 દિવસની વેલિડિટી વાળી જીયોના 444 રૂપિયાના પ્લાનમાં પણ 1000 મિનિટ IUC કોલિંગ માટે મળે છે. આ સિવાય 2 જીબી ડેટા દરરોજ અને અનલિમિટેડ જીયોથી જીયો કોલિંગની સુવિધા મળે છે. તો 448 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તેમાં 2 જીબી ડેટા મળે અને અનલિમિટેડ જીયોથી જીયો કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news