1 રિચાર્જમાં વાપરો 3 SIM, Jio-Airtel ના આ પ્લાનમાં ફાયદો જ ફાયદો; 150 GB ડેટા સાથે એપનું મફત સબ્સક્રિપ્શન
Jio Airtel Postpaid Plan: ટેલિકોમ કંપનીઓ પાસે ઘણા એવા પોસ્ટપેડ પ્લાન છે, જે તમને સરેરાશ કિંમત પર સારા બેનિફિટ્સ ઓફર કરે છે. અહીં અમે તમને રિલાયન્સ જિયો અને એરટેલના સસ્તા ફેમિલી પોસ્ટપેડ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કિંમત વધારા બાદથી પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં હવે વધારે અંતર રહ્યું નથી. કેટલાક પોસ્ટપેડ પ્લાનની ખાસ વાત છે કે, તેમાં તમને ફેમિલી કનેક્શનની સુવિધા પણ આપે છે. ટેલિકોમ કંપનીઓ પાસે ઘણાં એવા પોસ્ટપેડ પ્લાન છે, જે તમને સરેરાશ કિંમત પર સારા બેનિફિટ્સ ઓફર કરે છે. અહીં અમે તમને રિલાયન્સ જિયો અને એરટેલના સસ્તા ફેમિલી પોસ્ટપેડ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ.
Jio નો 799 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
799 રૂપિયામાં મહિનાનો આ જિયો પોસ્ટપેડ પ્લાન તમને એક પ્રાઈમરી સિમની સાથે ફેમિલી મેંબર્સ માટે બે એક્સ્ટ્રા સિમ કાર્ડ પણ આપે છે. જેમાં તમને ટોટલ 150 જિબી બેટા મળશે, પરંતુ તમે 200GB સુધી ડેટા રોલઓવર પણ કરાવી શકો છો. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજના 100 SMS ની સુવિધા પણ છે.
પોસ્ટપેડ પ્લાનની ખાસિયત હોય છે કે, તેમાં તમને ઓટીટી પ્લેટફોર્મ્સની મેમ્બરશિપ મળે છે. જિયોના પ્લાનમાં પણ તમને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ડિઝ્ની પ્લસ હોટસ્ટારની સાથે જિયો એપનું મફત સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
Airtel નો 999 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
જિયોની જેમ એરટેલનો આ પ્લાન પણ એક રેગ્યુલરની સાથે બે ફેમિલી સિમની સુવિધા આપે છે. તેમાં તમને કુલ 100 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS નો ફાયદો મળશે. આ પ્લાનમાં એમેઝોન પ્રાઈમની સાથે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર મેમ્બરશિપ, એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિક જેવી મેમ્બરશિપ ફ્રીમાં મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે