Jio: વર્ષમાં કરો માત્ર એકવાર રિચાર્જ, દરરોજ 2.5GB, સાથે મળશે ફ્રી OTT અને કોલિંગનો લાભ
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની પાસે વિવિધ કેટેગરીમાં અનેક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જિયો યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે પ્લાન પસંદ કરવાના વિકલ્પ આપે છે. જિયોના પોર્ટફોલિયોમાં સૌથી ઓછી વેલિડિટીથી લઈને એક વર્ષ સુધીની વેલિડિટી આપતા પ્લાન ઉપલબ્ધ છે.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો આ સમયે ઈન્ડિયન ટેલીકોમ કંપનીઓમાંથી એક એવી કંપની છે જે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે ફ્રી કોલિંગની સાથે વધુ ડેટા ઓફર કરે છે. કંપનીના લગભગ દરેક રિચાર્જ પેક અનલિમિટેડ કોલ, ડેટા અને એસએમએસ સાથે આવે છે. જિયોની પાસે 1 વર્ષની વેલિડિટીવાળા ત્રણ પ્લાન ઉપલબ્ધ છે. Reliance Jio ની પાસે 2999 રૂપિયા અને 2545 રૂપિયાના બે વાર્ષિક રિચાર્જ પ્લાન સિવાય 3662 રૂપિયાવાળો પ્લાન પણ છે.
મુકેશ અંબાણીની કંપની જિયોની પાસે Entertainment, Data Booster, Annual, JioPhone, Data Packs, No Daily Limit, JioPhone Data Add-on, ISD, 5G Upgrade, International Roaming જેવી કેટેગરીમાં પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ છે. આજે અમે તમને જિયોના લેટેસ્ટ અને પોપ્યુલર પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 3662 રૂપિયા છે. જાણો આ સસ્તા પ્લાનમાં કંપની કયાં-કયાં ફાયદા આપી રહી છે.
3662 રૂપિયાવાળા પ્લાનની વિગત
રિલાયન્સ જિયોની પાસે 3662 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે 1 વર્ષની છે. આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. જિયોના આ વાર્ષિક પ્લાનમાં યૂઝર્સને કુલ 912.5 જીબી ડેટા મળે છે. દરરોજ મળનાર ડેટા સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. Reliance Jio ની પાસે આ રિચાર્જ પેકમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. એટલે કે દેશભરમાં ગમે તે નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકાય છે. જિયો આ પેકમાં દરરોજ 100 ફ્રી એસએમએસ આપે છે.
વાત પ્લાનમાં મળનાર ઓટીટીની કરીએ તો આ પેકમાં Sony LIV, ZEE5 નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ સિવાય પેકમાં ioTV, JioCinema અને JioCloud ની ફ્રી મેમ્બરશિપ મળે છે. ધ્યાન આપવા જેવી વાત છે કે આ પ્લાનમાં Sony LIV અને ZEE5 નું સબ્કક્રિપ્શન JioTV એપ દ્વારા મળે છે. જિયોના 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહેલા યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે.
નો ડેલી લિમિટ ડેટા પ્લાન
જિયોના 296 રૂપિયાવાળો પ્લાનઃ રિલાયન્સ જિયોની પાસે 26 રૂપિયાનો પ્રીપેડ પ્લાન હાજર છે, જેમાં યૂઝર્સને 30 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને કોઈ FUP લિમિટ વગર 25 જીબી ડેટા મળે છે. આ કંપનીની સાઇટ પર જિયો ફ્રીડમ પ્લાનના નામથી પણ લિસ્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે