Realme એ લોન્ચ કર્યા બે નવા સસ્તા સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત
Trending Photos
નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવનાર અગ્રણી કંપની રિયલમી (Realme) એ પોતાના બે નવા સ્માર્ટફોન રિયલમી એક્સ (Realme X) અને રિયલમી 3આઇ (Realme 3i)ને લોન્ચ કર્યા છે. રિયલમી એક્સ કંપનીનો પહેલો પોપઅપ કેમેરાવાળો ફોન છે. રિયલમી એક્સની ડિઝાઇન ગ્રાહકોને લેટેસ્ટ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ ટેક્નોલોજી સાથે સૌથી વ્યાજબી, ટ્રુ ફુલ-વ્યૂ આપવા માટે વિકસિત કરવામાં આવ્યો છે. તેમાં સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસર અને 3765 mAhની બેટરી છે. તેમાં 20 વોતની વીઓઓસી 3.0 ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી છે.
બે વેરિએન્ટમાં લોન્ચ થયો રિયલમી એક્સ
આ ઉપરાંત ફોનની પ્રીમિયમ ખૂબીઓમાં સોની આઇએમએક્સ586 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ સેંસર સાથે ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ તથા સોની આઇએમએક્સ471 16 મેગાપિક્સલના ફ્રંટ કેમેરા સાથે સામેલ છે. રિયલમી એક્સ બે વેરિએન્ટ 4 GB રેમ/ 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 8 GB રેમ/ 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. GB રેમવાળા ફોન 16,999 રૂપિયામાં મળશે અને 8 GB વેરિએન્ટવાળા ફોનની કિંમત 19,999 રૂપિયા છે.
દમદાર બેટરી સાથે ફોનનું પરર્ફોમન્સ પણ દમદાર
રિયલમી એક્સ બે લિમિટેડ એડિશન્સ-રિયલમી એક્સ સ્પાઇડર-મેન એડિશન (એક સ્પેશિયલ ગિફ્ટ બોક્સ અને કસ્ટમાઇઝ્ડ યૂઆઇ સાથે) 20,999 રૂપિયામાં મળશે. આ ઉપરાંત રિયલમી એક્સ માસ્ટર એડિશનની કિંમત 19,999 રૂપિયા છે. આ ઉપરાંત રિયલમીએ એક અન્ય 'ડીઝાઇન રિફાઇંડ' બજેટ સ્માર્ટફોન-રિયલમી 3આઇ પણ રજૂ કરવામાં આવ્યો છે. મીડિયાટેક હીલિયો પી60 તથા 4230 mAh ની વિશાળ બેટરી સાથે આ શક્તિશાળી પરર્ફોમન્સ તથા લાંબી ચાલનાર બેટરી પુરી પાડે છે.
3 GB રેમવાળા ફોન 8 હજારમાં
13 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો ભારતીય યૂજર્સને આ મૂલ્ય વર્ગમાં એકમાત્ર નાઇટસ્કેપ મોડ ઉપલબ્ધ કરાવે છે. આ નવો બજેટ વેલ્યૂ કિંગ સ્માર્ટફોન સ્મઝ-ફ્રી-ડાયમંડ કટ ડિઝાઇનમાં 3 આકર્ષક રંગો- ડાયમંડ બ્લેક, ડાયમંડ બ્લ્યૂ અને ડાયમંડ રેડમાં આવે છે. આ બધી પ્રીમિયમ ખૂબીઓ સાથે રિયલમી 3આઇનો 3જીબી રેમ/32 જીબી રોમ વેરિએન્ટ 7,999 રૂપિયામાં અને 4જીબી રેમ/64 જીબી રેમ વેરિએન્ટ 9999 રૂપિયામાં ખરીદી શકાશે.
રિયલમી એક્સનો પહેલો સેલ રિયલમી ડોટ ઇન અને ફ્લિપકાર્ટ પર 24 જુલાઇના રોજ બપોરે 12 વાગે શરૂ થશે, પરંતુ જે ફેન રાહ જોતા નથી તેમને રિયલમી એક્સ રિયલમી ડોટ ઇન તથા ફ્લિપકાર્ટ પર 18 જુલાઇના રોજ રાત્રે 8 વાગ્યાથી વેચાવાનું શરૂ થશે. રિયલમીના સીઇઓ માધવ સેઠે લોન્ચિંગ અવસર પર કહ્યું 'અમારા લેટેસ્ટ સ્માર્ટફોન્સ, રિયલમી અને રિયલમી 3આઇનું લોન્ચ સારું પરર્ફોમન્સ, ડિઝાઇન અને ક્વોલિટી પુરૂ પાડતાં 'ડેયર ટૂ લીપ'ની બ્રાંડનો વાયદો પ્રદર્શિત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે