અનુષ્કાએ જણાવ્યું કેમ કર્યાં લગ્ન, વિરાટ સાથે કેમેન્ટ્રી વિશે પણ કરી વાત

એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, તેમ તેણે વિરાટ સાથે આ ઉંમરમાં લગ્ન કરી લીધા જે એક અભિનેત્રીના હિસાબે ઘણી નાની માનવામાં આવે છે. અનુષ્કાએ પોતાના અને પતિ વિરાટની કેમેન્ટ્રી પર પણ વાત કરી હતી. 

અનુષ્કાએ જણાવ્યું કેમ કર્યાં લગ્ન, વિરાટ સાથે કેમેન્ટ્રી વિશે પણ કરી વાત

નવી દિલ્હીઃ પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફેન્સના ફેવરિટ કપલ્સમાંથી એક છે. બંન્ને જ્યારે સાથે દેખાઈ છે, તેની તસ્વીરો વાયરલ થઈ જાય છે. બંન્ને પોત-પોતાના કરિયરમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે અને એક-બીજાને સંપૂર્ણ સાથ આપી રહ્યાં છે. ફિલ્મફેયરને આપેલા ઈન્ટરવ્યૂમાં અનુષ્કાએ વિરાટ સાથે લગ્ન વિશે વાત કરી હતી. 

આ ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, કેમ તેણે વિરાટ સાથે આ ઉંમરમાં લગ્ન કરી લીધા જે એક અભિનેત્રીના હિસાબથી ઘણી ઓછી માનવામાં આવે છે. અનુષ્કાએ કહ્યું કે, આજે દર્શક ઈન્ડસ્ટ્રીઝ સાથે સ્થાયી છે. જો અભિનેત્રી પડદા પર દેખાઈ રહી છે તો તે માત્ર તેને જોશે. તેને તે વાતથી મતલબ નથી કે તેના લગ્ન થઈ ગયા છે કે તે માતા બની ગઈ છે. અભિનેત્રી માટે આ ઉંમર નાની માનવામાં આવે છે. મેં તે ઉંમરમાં એટલે લગ્ન કરી લીધા કારણ કે મને પ્રેમ થઈ ગયો હતો અને પ્રેમ છે. લગ્ન એક પ્રાકૃતિક વસ્તુ છે. 

અનુષ્કાએ પોતાના અને પતિ વિરાટની કેમેસ્ટ્રી પર પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, વિરાટ ઘણો ઈમાનદાર છે અને તે તેની કદર કરે છે. અનુષ્કાએ કહ્યું કે, તે પણ ઈમાનદારીથી જીવે છે અને આ કારણે તેણે ઘણીવાર નુકસાન પણ ઉઠાવવું પડ્યું છે. અમે બંન્ને ખુબ ઈમાનદાર છીએ અને હવે મને એવો લાઇફપાર્ટનર મળી ગયો છે જેનાથી કંઇ છુપાયેલું નથી. 

અનુષ્કાએ કહ્યું કે, હાલમાં અમે બંન્ને લોકો પોત-પોતાના કામમાં અને એક વ્યક્તિ તરીકે સારા બનવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ માટે બંન્ને એક-બીજાને પૂરો સપોર્ટ કરીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news