200MP સુપર ઝૂમ, 120GHz કર્વ્ડ ડિપ્સ્લે સાથે આવી Realme 11 Pro સિરીઝ, જાણો ફીચર્સ અને કિંમત

Realme 11 Pro Series 5G Launch: રિયલમીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન  Realme 11 Pro Series 5G ને લોન્ચ કરી દીધો છે. 
 

200MP સુપર ઝૂમ, 120GHz કર્વ્ડ ડિપ્સ્લે સાથે આવી Realme 11 Pro સિરીઝ, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હીઃ Realme 11 Pro Series 5G Launch: ચાઇનીઝ બજેટ સ્માર્ટફોન કંપની રિયલમીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Realme 11 Pro Series 5G લોન્ચ કરી દીધો છે. રિયલમીએ આ સ્માર્ટફોન સિરીઝમાં Realme 11 Pro+ 5G અને Realme 11 Pro 5G ને રજૂ કર્યા છે. Realme 11 Pro+ 5G માં તમને 200MP નો સુપરઝૂમ અને 120GHz કર્વ્ડ ડિપ્સ્લે મળે છે. તો Realme 11 Pro 5G માં પણ  100MP OIS ProLight કેમેરો છે. ફોન ત્રણ શાનદાર કલર ઓપ્શન (સનરાઇઝ બેઝ, એસ્ટ્રલ બ્લેક અને ઓએસિસ ગ્રીન) માં જરૂ કરવામાં આવ્યો છે. આવો જાણીએ તેના ફીચર્સ અને કિંમત...

કેટલી છે કિંમત?
Realme 11 Pro+ 5G ગ્રાહકો માટે બે અલગ વેરિએન્ટમાં આવે છે. તેમાં 8GB+ 256GB વેરિએન્ટની કિંમત 27999 રૂપિયા છે અને 12GB+256GB વેરિએન્ટની કિંમત 29999 રૂપિયા છે. 

તો Realme 11 Pro 5G ત્રણ વેરિએન્ટમાં આવે છે. તેના  8GB+ 128GB વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા, 8GB+ 256GB વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા અને 12GB+256GB વેરિએન્ટની કિંમત 27999 રૂપિયા છે. 

Realme 11 Pro

ક્યારે શરૂ થશે સેલ
રિયલમીએ જણાવ્યું કે કસ્ટમર્સ માટે Realme 11 Pro+ 5G નો પ્રથમ સેલ 15 જૂન 2023ના બપોરે 12 કલાકે શરૂ થશે. જ્યારે Realme 11 Pro 5G નો પ્રથમ સેલ 16 જૂન 2023ના બપોરે 12 કલાકે શરૂ થશે. 

મળશે આકર્ષક ઓફર્સ
પોતાના ફર્સ્ટ સેલમાં Realme 11 Pro+ 5G અને Realme 11 Pro 5G કસ્ટમર્સને 2000 રૂપિયા સુધીની ઓફર્સ મળી રહી છે. જો તમે HDFC Bank, SBI કે ICICI બેન્કના કસ્ટમર્સ છો તો તમને  Realme 11 Pro+ 5G ખરીદવા પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news