PUBG Mobile આપી રહ્યો છે 'ફ્રી' માં OnePlus 9 સ્માર્ટફોન જીતવાની તક, બસ કરવું પડશે આ કામ

Krafton એ પોતાની આ ઓફરની જાહેરત ટ્વીટ કરીને કરી છે. પોતાના ટ્વીટમાં Krafton એ કહ્યું 'વનપ્લસ, PUBG મોબાઇલ વર્લ્ડ ઇનવિટેશનલ માટે સત્તાવાર સ્માર્ટફોન પાર્ટનર, તમને OnePlus 9 સીરીઝ જીતવાની તક આપી રહી છે. 

PUBG Mobile આપી રહ્યો છે 'ફ્રી' માં OnePlus 9 સ્માર્ટફોન જીતવાની તક, બસ કરવું પડશે આ કામ

નવી દિલ્હી: ખિસ્સામાં સારા ફીચરવાળો સારો ફોન હોવો બધાની ઇચ્છા હોય છે. પરંતુ બધાની આ ઇચ્છા હંમેશા પુરી થઇ શકતી નથી. 

આજે અમે તમને એવી રીત બતાવવા જઇ રહ્યા છીએ. જેને વાંચીને તમે લગભગ 50 હજાર રૂપિયાની કિંમતનો OnePlus 9 Series નો સ્માર્ટફોન ફ્રીમાં પ્રાપ્ત કરી શકો છો. 

Krafton એ બનાવે છે પબજી ગેમ
તમને જણાવી દઇએ કે Krafton પબજી મોબાઇલ ગેમ ડેવલોપ કરી છે. હવે Krafton પબજી મોબાઇલ વર્લ્ડ ઇનવિટેશનલ  (PUBG Mobile World Invitational) માટે ચીની સ્માર્ટફોન નિર્માતા OnePlus સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ Krafton એ Oneplus 9 સીરીઝના ત્રણ ફોન મફતમાં આપવાની જાહેરાત કરી છે. 

Krafton એ પોતાની આ ઓફરની જાહેરત ટ્વીટ કરીને કરી છે. પોતાના ટ્વીટમાં Krafton એ કહ્યું 'વનપ્લસ, PUBG મોબાઇલ વર્લ્ડ ઇનવિટેશનલ માટે સત્તાવાર સ્માર્ટફોન પાર્ટનર, તમને OnePlus 9 સીરીઝ જીતવાની તક આપી રહી છે. 

Comment #OnePlusPUBGM & follow @EsportsPUBGM & @OnePlus to participate!

We will randomly pick 3 winners from the comments across all social platforms! pic.twitter.com/wjrzLhP4XP

— PUBG MOBILE Esports (@EsportsPUBGM) July 14, 2021

કંપનીએ જણાવી ફોન જીતવાની રીત
કંપનીએ OnePlus 9 Series સ્માર્ટફોનને જીતવાની રીત પણ જણાવી. કંપનીએ કહ્યું 'PUBG મોબાઇલ બસ ઇચ્છો છો કે તમે "#OnePlusPUBGM પર કોમેન્ટ કરે અને ભાગ લેવા માટે @EsportsPUBGM અને @OnePlus ને ફોલો કરે.' 

કંપનીએ કહ્યું કે તે તમામ સોશિયલ પ્લેટફોર્મો પર કરવામાં આવેલી કોમેન્ટ્સ પરથે ઔચક રૂપથી 3 વિજેતાઓને સિલેક્ટ કરશે. જે લોકોના નામ લિસ્ટમાં આવશે. તેમણે આ શાનદાર ફોન ગિફ્ટ તરીકે ઘરે મોકલી દેશે.  

65 હજાર રૂપિયા સુધીની છે કિંમત
જાણકારી અનુસાર OnePlus 9 Series ત્રણ પ્રકારના સ્માર્ટફોન સામેલ છે. તેમાં OnePlus 9R, the OnePlus 9 અને OnePlus 9 Pro છે. 

જો આ ફોનોની કિંમત વિશે વાત કરવામાં આવે તો આ 39,999 રૂપિયાથી શરૂ થાય છે અને 64999 રૂપિયા સુધી હોય છે. આ ફોનોમાં 8 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ મોડલ અને 5G કનેક્ટિવિટીની સુવિધા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news