PUBG Mobile ના વેલકમ માટે થઈ જાવ તૈયાર, ભારતમાં જલદી થઈ શકે છે વાપસી


ભારત સરકાર તરફથી 200થી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ખતરા અને યૂઝર્સનો ડેટા દેશથી બહાર સ્ટોર પર ચિંતા વ્યક્ત કરતા સરકારે  PUBG Mobile ગેમ પર પણ બેન લગાવી દીધો હતો. પરંતુ આ ગેમ લાંબા સમયથી ભારતમાં પોપ્યુલર હતી અને કરોડો ગેમર્સ વાળો મોટો યૂઝરબેઝ ભારતમાં હતો. 

PUBG Mobile ના વેલકમ માટે થઈ જાવ તૈયાર, ભારતમાં જલદી થઈ શકે છે વાપસી

નવી દિલ્હીઃ સાઇબર સિક્યોરિટી સાથે જોડાયેલા રિસ્કને જોતા જૂનના અંતમાં ભારત સરકાર તરફથી  PUBG Mobile પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભારતમાં યૂઝર્સ આ ગેમને એપલ એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકતા નથી. પરંતુ છેલ્લા ઘણા મહિના બાદ બેટલ રોયલ દેમ ભારતમાં વાપસીની તૈયારી કરી રહ્યું છે. આ વાત TechCrunch ના રિપોર્ટમાં સામે આવી છે. 

લેટેસ્ટ રિપોર્ટમાં TechCrunch એ બે સૂત્રોના હવાલાથી કહ્યું કે, PUBG Corpએ પાછલા કેટલાક સપ્તાહમાં ગ્લોબલ ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર સાથે વાત કરી છે અને ભારતીય યૂઝર્સનો ડેટા દેશમાં સ્ટોર કરવાનું કહ્યું છે. તેનો મતલબ છે કે PUBG Corp યૂઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરી કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતા સમાપ્ત કરવા ઈચ્છે છે. સંભવ છે કે ભારતમાં ડેટા સ્ટોર કરવાની શરત પર સરકાર તરફથી ગેમ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. 

Samsung એ લોન્ચ કર્યો દમદાર બેટરી અને કેમેરા સાથે Galaxy M21s,આ છે અન્ય ફીચર્સ

વધુ યૂઝરો મેળવવાનો પ્રયાસ
કંપની તરફથી ભારતમાં કેટલાક હાઈ-પ્રોફાઇલ સ્ટ્રીમર્સને પ્રાઇવેટલી આ વિશે જણાવવામાં આવ્યું છે અને વર્ષ 2020ના અંતમાં ફરીથી  PUBG Mobile ગેમ ભારતીય યૂઝર્સને એપ સ્ટોર્સ પર મળી શકે છે.  TechCrunch એ જે સૂત્રો સાથે વાત કરી છે, તેણે પોતાનું નામ છુપાવવાની શરત પર કર્યું કે, તે પ્રેસ સાથે વાત કરવા માટે આધિકારીક નથી. મહત્વનું છે કે ભારતમાં પ્રતિબંધ પહેલા પબજી મોબાઇલનો કરોડો યૂઝર્સનો ડેટાબેસ હતો, જેને કંપની પરત લાવવા ઈચ્છશે. 

દિવાળી બાદ મળશે સંકેત
પહેલા પણ ઘણા રિપોર્ટ સામે આવી ચુક્યા છે અને તેમાં કોઈ બે મત નથી કે પબજી મોબાઇલ ભારતમાં વાપસીનો સતત પ્રયાસ કરી રહ્યું છે. વધુ એક સૂત્ર પાસેથી સામે આવ્યું છે કે કંપની ભારતમાં દિવાળી બાદથી એક માર્કેટિંગ કેમ્પેન ચલાવવાનું પ્લાનિંગ કરી રહી છે. આ સિવાય પબજી ભારતની કંપનીઓ પેટીએમ, એરટેલ અને રિલાયન્સ જીયો સાથે પણ ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશનને લઈને વાત કરી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news