આ Chatting APPનો ડેટા થયો લીક, તમારી પર્સનલ ચેટ વાંચી શકે છે કોઈપણ...

Data Leak:એક રિપોર્ટ અનુસાર ઓનલાઈન એક ચેટિંગ એપનો ડેટા લીક થયો છે. આ ચેટિંગ એપ google play store પર ઉપલબ્ધ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ એપ્લિકેશનને પાંચ મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

આ Chatting APPનો ડેટા થયો લીક, તમારી પર્સનલ ચેટ વાંચી શકે છે કોઈપણ...

Data Leak: ઇન્ટરનેટનો ઉપયોગ હંમેશા સુરક્ષિત નથી હોતો. ઘણી વખત હેકર્સ લોકોની પર્સનલ વિગતો હેક કરી લેતા હોય છે. ખાસ કરીને કેટલીક ચેટિંગ એપ ઉપર વાત કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. એક રિપોર્ટ અનુસાર ઓનલાઈન ચેટિંગ એપ OyeTalk નો ડેટા લીક થયો છે.

આ પણ વાંચો:

આ ચેટિંગ એપ google play store પર ઉપલબ્ધ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ એપ્લિકેશનને પાંચ મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. Google ના મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ પ્લેટફોર્મ ફાયર બેઝ સુધી અસુરક્ષિત રીતે પહોંચવાના કારણે આ એપ્લિકેશનનો ડેટા લીક થયો છે. તેનો ઉપયોગ ક્લાઉડ હોસ્ટેડ ડેટાબેઝ સેવા પ્રદાન કરવા માટે થાય છે. 
 

જાણવા મળતી માહિતી અનુસાર  એનઈન્ક્રિપ્ટેડ યૂઝર્સ ચેટ, યુઝર નેમ, આઈ એમ ઈ આઈ નંબર સહિતનો 500 mb થી વધુ નો ડેટા લીક થયો છે. આ ઉપરાંત google એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ સહિત એપની ક્લાઈન્ટ સાઈટ પર સંવેદનશીલ હાઇકોડેડ ડેટા અસુરક્ષિત છે કારણ કે તેને રિવર્સ એન્જિનિયરિંગના માધ્યમથી સરળતાથી એક્સેસ કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news