Ola S1 Air electric scooter: ઓલાએ સૌથી સસ્તું Electric Scooter કર્યું લોન્ચ, મળશે 100KMની રેન્જ, માત્ર 999માં કરો બુકિંગ

Ola S1 Air electric scooter Launch: કંપનીએ પોતાનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ ઈ-સ્કૂટરને Ola S1 Air નામ આપવામાં આવ્યું છે. સ્કૂટરનું બુકિંગ 999 રૂપિયામાં થઈ શકશે. આ સ્કૂટરને 100 કિમી કરતા વધુ રેન્જ મળશે. 

Ola S1 Air electric scooter: ઓલાએ સૌથી સસ્તું Electric Scooter કર્યું લોન્ચ, મળશે 100KMની રેન્જ, માત્ર 999માં કરો બુકિંગ

નવી દિલ્હીઃ Ola S1 Air Price, Range and Features: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) એ દિવાળી પહેલા મોટી જાહેરાત કરી છે. કંપનીએ પોતાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને Ola S1 Air નામ આપવામાં આવ્યું છે. આ કંપનીના Ola S1 સ્કૂટરનું સસ્તું વર્ઝન છે. આ સ્કૂટરમાં તમને 100KM થી વધુની રેન્જ મળવાની છે. સ્કૂટરનું બુકિંગ માત્ર 999 રૂપિયાથી થશે. ખાસ વાત છે કે દિવાળી પર કંપની આ સ્કૂટર પર 5 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જાણો આ સ્કૂટરની તમામ વિગત....

કિંમત અને બુકિંગ
નવુ 2022 ઓલા એસ1 એરય વેરિએન્ટની કિંમત 79999 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ કંપનીના OLA S1 થી 20,000 રૂપિયા અને S1 Pro થી 50,000 રૂપિયા સસ્તું છે. પરંતુ આ કિંમત ખાસ દિવાળી માટે છે અને 24 ઓક્ટોબર સુધી વેલિડ છે. ત્યારબાદ કિંમત વધી 84999 રૂપિયા કરી દેવામાં આવશે. આ સ્કૂટર માત્ર 999 રૂપિયા આપીને બુક કરાવી શકાય છે. સ્કૂટરની ડિલીવરી આગામી વર્ષે એપ્રિલ સુધી શરૂ થશે. 

બેટરી અને રેન્જ
નવા ઓલા એસ1 એરમાં 2.5 kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. તેમાં ARAI-સર્ટિફાઇડ 101KM ની રેન્જ મળશે. પરંતુ રિયલ વર્લ્ડમાં 76 કિમીની રેન્જનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે. તે 0થી 40 કિમી પ્રતિ કલાકની ગતિ માત્ર 4.3 સેકેન્ડમાં મેળવી લે છે. સ્કૂટરની સાથે 500W પોર્ટેબલ ચાર્જર આપવામાં આવ્યું છે, જેના દ્વારા 4.5 કલાકમાં બેટરી ફુલ ચાર્જ કરી શકાશે. 

ફીચર્સ
આ સ્કૂટરને કંપનીએ બાકી મોડલથી અલગ ડિઝાઇન કર્યું છે. તેમાં ડ્યુઅલ-ટોન પેન્ટ ફિનિશની સાથે એક નવુ ફ્લેટ ફુટબોર્ડ, નવુ રિયર ગ્રેબ હેન્ડલ અને એક અપડેટેડ સિંગલ સીટ મળે છે. આ સિવાય સ્કૂટરમાં રિવર્સ મોડ, સાઇડ સ્ટેન્ડ એલર્ટ, ઇકો એન્ડ સ્પોર્ટ્સ મોડ, મ્યૂઝિક પ્લેબેક અને 34 લીટર બૂટ સ્પેસ જેવા ફીચર્સ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news