અમદાવાદના થ્રિ ઇડિયટ્સે કર્યો કમાલ 'શાકભાજી વાળો હોય કે પછી રીક્ષા વાળા કોઈપણ બની શકશે સ્ટાર '

Ahmedabad: આજના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ સોશિયલ મીડિયામાં જોવા મળે છે અને એક રિસર્ચ મુજબ ભારતમાં 448 મિલિયનથી વધુ સક્રિય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ છે. જેઓ સરેરાશ 2 કલાક અને 25 મિનિટ સોશિયલ મીડિયાનો વપરાશ કરે છે.

અમદાવાદના થ્રિ ઇડિયટ્સે કર્યો કમાલ 'શાકભાજી વાળો હોય કે પછી રીક્ષા વાળા કોઈપણ બની શકશે સ્ટાર '

Mobile Apps: જ્યારે ઇન્ફ્લુઅન્સર્સ માર્કેટિંગ' શબ્દ એક દાયકા પહેલા સાંભળ્યો ન હતો, અત્યારે તે ભારત અને સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક બની ગયો છે. હાલમાં, વૈશ્વિક ઇન્ફ્લુઅન્સર્સ માર્કેટિંગ ઉદ્યોગ, જે 2020માં 6 બિલિયન યુએસડીનો છે, તે 32 ટકાના સીએજીઆરથી વધીને 2025 સુધીમાં  24.1 બિલિયન યુએસડી સુધી પહોંચે તેવી અપેક્ષા છે. ભારતીય ઇન્ફ્લુઅન્સર્સ માર્કેટિંગ ઉદ્યોગ પણ ગતિ જાળવી રહ્યો છે. રૂ. 900 કરોડનું મૂલ્ય ધરાવતું, તે 2025 સુધીમાં રૂ. 2,200 કરોડ સુધી પહોંચવા માટે 25 ટકાના સીએજીઆર થી વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. વુબ મેમો  (VUUB MEMO) એપ વિષે લોકોને માહિતગાર કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબના 300થી વધારે ગામડાઓમાં લોકોને એપ વિષે માહિતગાર કરવામાં આવ્યું.

વુબ મેમો એપના સ્થાપક શિવાયએ લોન્ચ વિષે વાત કરતા જણાવ્યું કે "આજના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ સોશિયલ મીડિયામાં જોવા મળે છે અને એક રિસર્ચ મુજબ ભારતમાં 448 મિલિયનથી વધુ સક્રિય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ છે. જેઓ સરેરાશ 2 કલાક અને 25 મિનિટ સોશિયલ મીડિયાનો વપરાશ કરે છે. ત્યારે અમે કઈંક એવું ડેવેલોપ કરવા માંગતા હતાં જે આપણું હોય, આપણા દેશનું હોય ત્યારે અમે ભારતના જુદા જુદા ગામોમાં, શહેરોમાં વસતા અપરિચિત લોકોમાં રહેલા ટેલેન્ટને બહાર કાઢવાના હેતુસર અમે વુબ મેમોની શરૂઆત કરી છે."

શિવાયએ એપના આઈડિયા વિષે વાત કરતા જણાવ્યું કે અમે ત્રણ મિત્રો એક દિવસે ચા પીવા બેઠા હતા અને જુદી જુદી એપની વાતો થતી હતી એમાં અમે વિચાર્યું કે કેમ આપણે એવું કંઈક ન બનાવી શકીયે જેનો ફાયદો નાણાકીય દ્રષ્ટિએ દેશને થાય જ પરંતુ સાથે સાથે સમગ્ર વિશ્વના એવા લોકો જેમનામાં ટેલેન્ટ છે. એમને એક પ્લેટફોર્મ મળી રહે એ વિચાર સાથે શિવાય, શૈલેષ અને  ડિમ્પલ કુમાર અમે થ્રિ ઈડિયટ્સએ આ એપનું નિર્માણ કર્યું. આ એપ થકી સમગ્ર વિશ્વના ઇન્ફ્લુઅન્સર્સને એક પ્લેટફોર્મ મળશે અને ભારતના અને વિદેશના પૈસા ભારતમાં જ રહેશે.

"વુબ મેમો એપમાં યુસર્સ શોર્ટ્સ વિડીયોમાં પોતાની મેમરી બનાવીને પોસ્ટ કરી શકશે અને જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેઓ આ મેમરીને શેર કરી શકશે. 25મી સપ્ટેમ્બરના રોજ આ એપ સમગ્ર વિશ્વમાં લોન્ચ કરવામાં આવી છે અને અમને ખાતરી છે કે ભારત ના ગામડાઓ અને શહેરોમાં વસતા લોકો આ આપણા દેશની આપણા દેશ ના વ્યક્તિ એ બનાવેલી એપને સહકાર આપશે અને અમારી સાથે જોડાશે." શિવાય એ જણાવ્યું. 

વુબ મેમો  (VUUB MEMO) એપ માં કંપની દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવશે કે એપ માં યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ સમાજને નુકસાન કરતુ ન હોય. સમાજ ને નુકસાન કરતા કોઈપણ જાત ના કન્ટેન્ટ ને એપ માંથી દૂર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news