આ કંપનીની ઈલેક્ટ્રિક ગાડીમાં લાગી રહી છે આગ, માર્કેટમાંથી પરત ખેંચ્યા 3215 વાહનો

Okinawa Recall:  Okinawa Autotech કંપનીએ તાજેતરમાં જ પોતાના 3215 ઈલેક્ટ્રિક સ્કૂટર્સ માર્કેટમાંથી પરત મંગાવ્યા છે. જેનુ સૌથી મોટુ કારણ ઈવીમાં આગ લાગવાનો ખતરો છે. ગત કેટલાક સમયથી ઓકિનાવામાં સ્કૂટર્સમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની છે. આ કારણે કંપનીએ તાત્કાલિક પ્રેઝ પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટર રિકોલ કર્યાં છે

આ કંપનીની ઈલેક્ટ્રિક ગાડીમાં લાગી રહી છે આગ, માર્કેટમાંથી પરત ખેંચ્યા 3215 વાહનો

electric vehicles catch fire :ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોમાં ગ્રાહકોએ ખરીદવાનું શરૂ કર્યું છે. હાલ જ્યારે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ લોકોના બજેટ ભાવમા આવી ગયા છે, અને તેના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ કેટલીક ઘટનાઓએ લોકોમા ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા પર ડર પેદા કર્યો છે. ઈલેક્ટ્રિક વાહનોમાં આગ પકડવાથી લોકો હવે તેને ખરીદવા પીછેહઠ કરી રહ્યાં છે. રિપોર્ટમાં સામે આવ્યુ કે, ગત બે સપ્તાહમાં 6 ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ પકડાઈ છે. જે લેટેસ્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર ઓકિનાવાના છે. આ ઉપરાંત કંપનીના ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને આવેલા ટ્રકમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 40 ઈવી બળીને ખાખ થઈ ગયા. ત્યારે હવે કંપની ચિંતામાં મૂકાઈ છે. 

વધતી ગરમી સૌથી મોટું કારણ
તમિલનાડુની ઓકિનાવા ડીલરશિપ પર રાખેલા ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગ્યા બાદ ઓકિનાવા ડિલરશિપમાં આગ લાગી ગઈ છે. સંભવત આ જ કારણે કંપનીએ દેશભરમાં વેચાયેલા 3215 ઈલેક્ટ્રીક સ્કૂટરને તાત્કાલિક અસરથી પરત મંગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગરમી હવે લોકોને પરેશાન કરી રહી છે. તો તાપમાન 40 ડિગ્રીથી વધુ પર પહોંચી ગયુ છે. આવામાં બેટરીમા આગ લાગવાનો ખતરો વધી ગયો છે. આ જ કારણે કંપનીએ રિકોલ જાહેર કર્યો છે. કંપનીની માનીએ તો ઈલેક્ટ્રીક સ્કૂટરનું હેલ્થ ચેકઅપ કરવામા આવશે. જરૂર પડવા પર તેની બેટર અને અન્ય પાર્ટસનુ મફતમાં રિપેરીંગ કરવામાં આવશે. 

લિથિયમ અને આયન બેટરી પેકની અસર
ઓકિનાવાની સાથે અન્ય અનેક ઈલેક્ટ્રીક સ્કૂટર બ્રાન્ડ્સના ઈલેક્ટ્રીક વાહનોમાં લિથિયમ-આયન બેટરી લગાવવામા આવે છે. જે આ ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં આગ લાગવાનુ મોટુ કારણ છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કિસ્સાઓમાં આ બેટરી પેક ગરમ થયા બાદ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ પકડાય છે. આ ઉપરાંત વધતુ તાપમાન તેમાં મોટુ યોગદાન આપે છે. લિથિયમ આયન બેટરી પેક આગનુ મોટુ કારણ માનવામાં આવે છે. આવામાં હાલના સમયની સૌથી વધુ જરૂરિયાત છે ઈલેક્ટ્રીક બેટરી માટે કુલિંગ ડિવાઈસ લગાવવું. આ ઉપરાંત તેને સસ્તુ બનાવવા માટે ઈવીમાં ખરાબ મશીનરીનો ઉપયોગ પણ તાત્કાલિક બંધ કરાવવો જોઈએ. કેમ કે, તેનાથી ગ્રાહકના જીવને ખતરો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news