લોન્ચ થયો Nokia નો 5 હજારથી ઓછી કિંમતવાળો ફોન, ડિઝાઇન જોઇને લોકોએ કહ્યું- કેટલો Cute છે
Trending Photos
નવી દિલ્હી: HMD Global એ ગત વર્ષે ઓક્ટોબરમાં Nokia 225 4G ફીચર ફોનને 349 યુઆન (4,109 રૂપિયા) ની કિંમતમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ તેનું એક નવું વર્જન લોન્ચ કર્યું છે, જેને Nokia 225 4G પેમેન્ટ એડીશન કહેવામાં આવે છે. જેમ કે નામથી ખબર પડે છે. કંપનીનું ધ્યાન ડિવાઇસનો ઉપયોગ કરીને પેમેન્ટની સુવિધા પર છે. ફોન યૂઝર્સને એક એક્શન કી ની સાથે Alipay વોલેટ સુધી પહોંચવમાં સમક્ષ બનાવે છે.
આ ત્રણ કલર બ્લેક, બ્લૂ અને સેન્ડ ગોલ્ડમાં આવે છે. સ્ટાડર્ડ વર્જન અને આ નવા મોડલની વચ્ચે મુખ્ય અંતર મોબાઇલ પેમેન્ટ ફંક્શન માટે સપોર્ટ છે. એક એક્શનની સાથે, ફંક્શનને ખોલી શકાય છે અથવા મેનૂમાં પેમેન્ટ ઓપ્શન પર નેગેટિવ કરી શકાય છે અને પછી આગળ વધવા માટે 'પેમેન્ટ કોડ' પર ક્લિક કરો. યૂઝર ડેલી કંઝ્મશન નિર્ધારિત કરવાનો ઓપ્શન પણ મળે છે. આવો જાણીએ Nokia 225 4G ની કિંમત અને ફીચર્સ...
Nokia 225 4G Payment Edition Specifications
ફોન 2.4 ઇંચની સ્ક્રીન સાથે આવે છે અને હુડની નીચે, ડિવાઇસ UNISOC પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તેમાં મેમરી કાર્ડ સપોર્ટ છે જે યૂઝર્સને ફોનની સ્ટોરેજ કેપેસિટીને 32GB સુધી વધારવામાં મદદ કરી શકે છે. ફોનની બેક પેનલ પર 3 મેગાપિક્સલનો કેમેરા સેન્સર પણ છે. સાથે જ ફોન ફ્લેશલાઇટની સાથે પણ આવે છે. આ ક્વિક ડાયલિંગ, વોઇસ રેકોર્ડર, રેડિયો વગેરે જેવી સુવિધાઓમાં સમર્થન કરે છે.
ફોનની ખાસ વાત એ છે કે આ 4જી કનેક્ટિવિટી સપોર્ટ સાથે આવે છે. 4જી સપોર્ટ ફક્ત એક સિમ સુધી જ સીમિત નથી પરંતુ ફોનને બંને સિમ કાર્ડ પર એકસાથે 4જી નેટવર્ક સાથે જોડી શકે છે.
Nokia 225 4G Payment Edition Price
Nokia 225 4G પેમેન્ટ એડિશન (Nokia 225 4G Payment Edition Price) ની કિંમત ચીનમાં 249 યુઆન (લગભગ 4 હજાર રૂપિયા છે) જોકે સીમિત સમય માટે આ 309 યુઆન (3,586 રૂપિયા) ના પ્રમોશનલ પ્રાઇઝ પર ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે