નવા અવતારમાં Nokia 5310 ડ્યૂલ સ્પીકર અને વાયરલેસ FM સાથે લોન્ચ, જાણો કિંમત

Nokia 5310 ને એચએમડી ગ્લોબલ માર્કેટમાં ઉતાર્યો છે અને આ ઓગસ્ટ, 2007માં લોન્ચ Nokia 5310 XpressMusicનું રિફ્રેશ્ડ વર્ઝન છે. આ સ્માર્ટફોનમાં યૂઝરને સિંગલ ચાર્જ પર 22 દિવસનું બેટરી બેકઅપ મળશે. 
 

  નવા અવતારમાં Nokia 5310 ડ્યૂલ સ્પીકર અને વાયરલેસ  FM સાથે લોન્ચ, જાણો કિંમત

નવી દિલ્હીઃ નોકિયાએ ભારતમાં પોતાના જૂનો ફીચર ફોન નવા અવતારમાં લોન્ચ કરી દીધો છે. Nokia 5310 ને એચએમડી ગ્લોબલ માર્કેટમાં ઉતાર્યો છે અને આ ઓગસ્ટ, 2007માં લોન્ચ Nokia 5310 XpressMusicનું રિફ્રેશ્ડ વર્ઝન છે. આ સ્માર્ટફોનમાં યૂઝરને સિંગલ ચાર્જ પર 22 દિવસનું બેટરી બેકઅપ મળશે. Nokia 5310માં પ્રીલોડેડ  MP3 પ્લેયર આપવામાં આવ્યું છે અને આ ડિવાઇસ વાયરલેસ એફએમ રેડિયોની સાથે આવે છે. કંપનીએ તેમાં ડેડિકેટેડ મ્યૂઝિક-કીઝ અને ડ્યૂલ સ્પીકર પણ આ્યા છે. ફોનના રિયર પેનલ પર એલઈડી ફ્લેશની સાથે કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યું છે.

આટલી છે કિંમત
નવા Nokia 5310ની કિંમત ભારતમાં 3,399 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનને બાયર્સ બ્લેક-રેડ અને વાઇટ-રેન્જ કલર કોમ્બિનેશનમાં ખરીદી શકશે અને તેનો સેલ 23 જૂને એમેઝોન પર શરૂ થશે. આ ડિવાઇસને નોકિયા ઈન્ડિયા ઓનલાઇન સ્ટોર પરથી પણ ખરીદી શકાશે. ફોનનું પ્રી-બુકિંગ આજથી નોકિયા ઓનલાઇન સ્ટોર પર શરૂ થઈ ગયું છે. ઓનલાઇન રિટેલર્સ આ ડિવાઇસનો સેલ 22 જુલાઈથી શરૂ કરશે. 

Nokia 5310ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્ચ
નવા ડ્યૂલ સિમ Nokia 5310માં સિરીઝ 30+ ઓપરેચિંગ સિસ્ટમ મળે છે અને તેમાં 2.4 ઇંચની QVGA (240x320 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઇસમાં મીડિયાટેકનું MT6260A પ્રોસેસર અને 8 એમબીની રેમની સાથે મળશે. આ ફોનમાં 16 એમબી ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 32 જીબી સુધી વધારી શકાય છે. ફોટો અને વીડિયો માટે આ ફોનમાં VGA કેમેરા પણ રિયર પેનલ પર એલઈડી ફ્લેશની સાથે આપવામાં આવ્યા છે. 

Realme Narzo 10નો સેલ શરૂ, મળી રહી છે આ ખાસ ઓફર

એચએમડી ગ્લોબલે આ ડિવાઇસમાં બ્લૂટૂથ v3.0, માઇક્રોયૂએસબી પોર્ટ અને 3.5mm હેડફોન જેક કનેક્ટિવિટી માટે આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં વાયરલેસ એફએમ રેડિયો પણ સાંભળી શકશો. ફોનની રિમૂવેબલ બેટરી યૂઝર્સને 20 કલાકથી વધુનો ટોકટાઇમ આપશે અને સિંગલ ચાર્જ પર 22 દિવસ સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ તેની મદદથી મળશે. ફોનનો વજન માત્ર 88.2 ગ્રામ છે અને જાડાઈ 13.1mm છે. 

એચએમડી ગ્લોબલે આંતરરાષ્ટ્રીય ડેટા કોર્પોરેશનના હવાલાથી કહ્યું કે, ભારતમાં 13 કરોડથી વધુ લોકો ફીચર ફોન ખરીદી રહ્યાં છે, તેવામાં મ્યૂઝિક લવર્સ માટે કંપની આ શાનદાર ફોન લઈને આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news