Whatsapp પર દિલના દાઝેલા અને દાઢીવાળા માટે આવી આ ખાસ વસ્તુ, હવે લખ્યા વગર જણાવી શકશો દિલની વાત!
Whatsapp એ એન્ડ્રોઈડ માટે લેટેસ્ટ Whatsapp બીટામાં નવા ઈમોજી પેકને જોડવામાં આવ્યું. Whatsapp યૂઝર્સ જે Whatsappના બીટા પ્રોગ્રામનો ભાગ છે, તે હવે નવા ઈમોજી પેકનો ઉપયોગ કરી શકે છે. આ અંગે થોડી માહિતી મેળવીએ...
Trending Photos
નવી દિલ્લીઃ Whatsappએ પોતાની લોકપ્રિય મેસેજિંગ એપમાં લેટેસ્ટ ઇમોજી પેકને જોડવાની શરૂઆત કરી દીધી છે. Whatsapp માં એન્ડ્રોઈડ એપના બીટા બિલ્ડમાં નવી ઇમોજી જોડવામાં આવી છે. સફળ બીટા રોલ આઉટ પછી, Whatsapp મેલેજિંગને વધુ સારા બનાવવા ઇમોજીને એપના સાર્વજનિક ઉપયોગમાં લાવવા માટેની આશા છે. નવી ઈમોજીમાં ફાયર હાર્ટ, દાઢીવાળા ફેસ અને કેટલીયે કિસિંગ ઈમોજી છે.
અત્યારે આ યૂઝર્સને દેખાશે નવી ઈમોજી:
WaBetaInfo ના એક રીપોર્ટ અનુસાર, Whatsapp એ એન્ડ્રોઈડ માટે લેટેસ્ટ Whatsapp બીટામાં નવી નવી ઈમોજી જોડી છે જે 2.21.16.10 છે. Whatsapp યૂઝર્સ જે Whatsapp ના બીટા પ્રોગ્રામનો ભાગ છે તે હવે નવા ઈમોજી પેકનો ઉપયોગ કરવામાં સક્ષમ છે.
🍎📲 WhatsApp for iOS users can already access these new emojis following Apple's iOS 14.5 update back in April 2021.https://t.co/QmRvaKNeix
— Emojipedia (@Emojipedia) August 7, 2021
આ યૂઝર્સને નહીં દેખાયા નવા ઈમોજી:
જો તમે બીટા વર્ઝન યૂઝ કરો છો અને આ ઈમોજી એ યૂઝર્સને સેન્ડ કરો છો કે જે બીટા વર્ઝન યૂઝ નથી કરતા, તો તેને આ ઈમોજી નહીં દેખાય. Whatsapp ના એન્ડ્રોઇડ બીટા વર્જન સિવાય, એપ્પલે હાલમાં આઈઓએસ 14.5 અપડેટની સાથે લેટેસ્ટ ઇમોજી પેક પણ બહાર પાડ્યું છે.
Whatsapp નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે:
નવા ઈમોજી સપોર્ટ સિવાય, Whatsapp મેસેજિંગ પ્લેટફોર્મને પહેલાથી ઘણા વધારે રોમાંચક અને સરળ બનાવવા પર અને ઘણી નવી સુવિદ્યાઓ પર કામ કરી રહ્યું છે. ઉદાહરણ માટે, સોશિયલ મીડિયા એપે હમણાં જ એપ પર 'ડિસેપેયરિંગ મેસેજ' ફીચર લોન્ચ કર્યું છે. આ સિવાય, Whatsapp મલ્ટી-ડિવાઈસ સપોર્ટ પર કામ ચાલી કહ્યું છે જેના યૂઝર્સ એક સાથે ઘણા ડિવાઈઝ પર મેસેજિંગ એપ ચલાવી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે