Most Powerful Tractors: આ છે દેશના સૌથી પાવરફૂલ ટ્રેક્ટર, 3650KG સુધી ખેંચી શકે છે વજન

Powerful Tractors: ભારતમાં સૌથી પાવરફૂલ ટેક્ટર્સની વાત કરવામાં આવે તો પહેલું નામ John Deere 6120 B નું સામે આવશે. જોકે તેની ખૂબ વધુ છે. 

Most Powerful Tractors: આ છે દેશના સૌથી પાવરફૂલ ટ્રેક્ટર, 3650KG સુધી ખેંચી શકે છે વજન

Most Powerful Tractors In India: ભારતમાં સૌથી પાવરફૂલ ટેક્ટર્સની વાત કરવામાં  આવે તો પહેલું નામ John Deere 6120 B નું સામે આવશે. જોકે તીએ કિંમત ખૂબ વધુ છે પરંતુ એન્જીનથી જનરેટ થનાર પાવરના મામલે તેનો કોઇ મુકાબલો નથી. પરંતુ લેખમાં ફક્ત John Deere 6120 B વિશે જ જાણકારી આપીશું નહી પરંતુ તમને દેશના સૌથી પાવરફૂલ 3 ટ્રેક્ટર્સ વિશે જાણકારી આપીશું. 

1. John Deere 6120 B | લિફ્ટિંગ કેપેસિટી 3650 કિલોગ્રામ
જોન ડિયર 6162 બી ભારે ભરખમ અને મુશ્કેલ કામો માટે છે. આ મોટા ટાયરો સાથે આવે છે, જે વધુ ટ્રાંજેક્શન માટે સારું હોય છે. તેની કિંમત લગભગ 28 લાખ રૂપિયા છે. તેમાં 120 HP પાવર જનરેટ કરનાર 4 સિલિન્ડર એન્જીન મળે છે. મોટાપાયે બટાકાની ખેતી અને ચારાની કાપણી માટે આ ટ્રેક્ટરનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત હેવી લોડવાળી ટ્રોલીઓ લઇ જવા માટે અને હેરો વડે ખેત ખેડવા માટે પણ સારું છે. 

2. New Holland TD 5.90 | લિફ્ટિંગ કેપેસિટી 3650 કિલોગ્રામ
ન્યૂ હોલેન્ડ ટીડી 5.90 ટ્રેક્ટર મોડલ પણ ખૂબ પાવરફૂલ છે. આ ભારતમાં વેચાનાર પાવરફૂલ ટ્રેક્ટરોમાંથી એક છે. તેની કિંમત લગભગ 26 લાખ રૂપિયા છે. તેનું એન્જીન 90 HP પાવર જનરેટ કરે છે. તેમાં 4 સિલિન્ડર એન્જીન છે. તેની ફ્યૂલ ટેંકની કેપેસિટી 110 લીટર છે. તેમાં પાવરફૂલ સ્ટીયરિંગ આવે છે. તમે આ ટ્રેક્ટર વડે વાવણી પણ કરી શકો છો. આ ઉપરાંત  કૃષિ કામો જેમ કે ખેતી, કાપણી અને વાવણી વગેરેમાં ઉપયોગ કરી શકે છે. 

3. Sonalika Worldtrac 90 Rx 4WD | લિફ્ટિંગ કેપેસિટી 2500 કિલોગ્રામ
સોનાલિકા વર્લ્ડટ્રેક 90આરએક્સ 4WD ભારે ભરખમ ટ્રેક્ટર છે. તેનું પરર્ફોમન્સ ખૂબ શાનદાર છે અને આ વ્યાજબી કિંમત પર ઉપલબ્ધ છે. આ લગભગ 12 લાખ રૂપિયાનું આવે છે. તેનું એન્જીન 90 એચપી પાવર જનરેટ કરી શકે છે. તેમાં 65 લીટરનું ફ્યૂલ ટેન્ક મળે છે. તેમાં પણ પાવર સ્ટીયરિંગ આવે છે. આ ટ્રેક્ટર વાવણી માટે સારું કામ કરે છે. આ ઉપરાંત ખેતીના અન્ય કામ પણ તેનાથી કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news