હવે ઘરે બેઠા એક રૂપિયામાં કરી શકાશે KYC, સિમને પ્રીપેડમાંથી પોસ્ટપેડ કરવું બનશે સરળ
ઘણા લોકો પોતાના સિમ ને પોર્ટીગ કરવા માગતા હોય છે. પણ KYC ની લાંબી પ્રક્રિયા હોવાના કારણે લોકોના મનમાં મૂંઝવણ હોય છે. પ્રીપેડ સિમ કેટલાક લોકો પસંદ કરે છે તે હવે કેટલાક લોકોને વારંવાર ફોન ને રિચાર્જ કરવો ગમતુ નથી.. આવા લોકો મન માં ઘણી વખત થતું હોય છે કે સિમ ને પોસ્ટપેડ માંથી પ્રીપેડ માં બદલવું છે. પણ આ લોકોનું મન એ વિચારીને બદલાઈ જાય છે કે આ કરવાની રીત મુશ્કેલ અને લાંબી હોય છે. જો તમે પણ તમારા સિમ પાર્ટ ને બદલવા માંગો છો તો તમે આ સરળ રીત વિશે જાણી લો.
Trending Photos
નવી દિલ્હીઃ ઘણા લોકો પોતાના સિમ ને પોર્ટીગ કરવા માગતા હોય છે. પણ KYC ની લાંબી પ્રક્રિયા હોવાના કારણે લોકોના મનમાં મૂંઝવણ હોય છે. પ્રીપેડ સિમ કેટલાક લોકો પસંદ કરે છે તે હવે કેટલાક લોકોને વારંવાર ફોન ને રિચાર્જ કરવો ગમતુ નથી.. આવા લોકો મન માં ઘણી વખત થતું હોય છે કે સિમ ને પોસ્ટપેડ માંથી પ્રીપેડ માં બદલવું છે. પણ આ લોકોનું મન એ વિચારીને બદલાઈ જાય છે કે આ કરવાની રીત મુશ્કેલ અને લાંબી હોય છે. જો તમે પણ તમારા સિમ પાર્ટ ને બદલવા માંગો છો તો તમે આ સરળ રીત વિશે જાણી લો.
ફોન પર અથવા ડિજિટલ રીતે કરો KYC:
જો તમે એક નવા કનેક્શન વાળું સિમ લો છો. તો પ્રીપેડથી પોસ્ટપેડ માં કરવાનું હોય છે. અથવા તો પોસ્ટપેડ માંથી પ્રીપેડ માં કરી શકાય છે. જો એની માટે KYC કરવાની જરૂર હોય છે. જો તમારે તેના માટે ઘણા ફોર્મ ભરવા પડશે પરંતુ હવે ડિજિટલ KYC તમને ફોર્મ ભરવા થી બચાવશે. આ તમામ કામો માટે ડિજિટલ KYC માન્ય રહેશે.
એક વાર જ કરવાનું હોય છે KYC:
અત્યાર સુધી પોતાના નંબર ને પ્રીપેડથી પોસ્ટપેડ માં બદલવા અથવા તો પોતાના સિમ ને પોસ્ટપેડ થી પ્રીપેડમાં કરવા દરેક વખતે KYC કરવાની જરૂર હોય છે. પણ નિયમો ના અનુસાર તમે માત્ર એક વાર જ KYC ને કરવાની જરૂર હોય છે.
એક રૂપિયામાં પોતે જ કરો KYC:
જો તમે KYC કરવા માગતા હોય તો તેની માટે વિકલ્પ આપવામાં આવે છે. જે કંપનીમાં સિમ ને બદલવા માંગો છો તેની એપને ડાઉનલોડ કરો. તેના પર ફોન તમારો ફોન ને નંબર ને રજીસ્ટર કરો. તમારા વ્યક્તિગત નંબરને વૈકલ્પિક નંબર તરીકે ફીડ કરો. કંપની દ્વારા મોકલવામાં આવેલા વન-ટાઈમ પાસવર્ડ ની સાથે લોગ -ઈન કરો. લ્ફ-કેવાયસી ઓપ્શન પર ક્લિક કરો. ત્યારે તમને પૂછવામાં આવેલ માહિતી ભરો. અને પછી અપલોડ કરો. તમારા દસ્તાવેજો અને આમ માત્ર એક રૂપિયા ચૂકવીને KYC પ્રકિયા જાતે જ પૂર્ણ કરો.
તમને જણાવી દઈએ કે KYC એટલે કે નો- યોર- કસ્ટમર ની પ્રકિયામાં બદલાવ આવે તો તે કંપની નહીં પણ સરકાર દ્રારા કરવામાં આવે છે. હાલના સમયમાં જ કેબિનેટની બેઠકમાં સરકાર સાથે જોડાયેલા નિર્ણયો પર મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં KYCના નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે