MG કંપનીએ પોતાની પહેલી ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, લુક્સ જોઈને ખરીદવાનું થશે મન

બ્રિટેનની પ્રમુખ ઓટોમોબાઈલ કંપની MGએ ટુ-ડોર ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર MG CYBERSTER લોન્ચ કરી છે. કંપનીએ આ કારની પહેલી ઝલકમાં તો માત્ર શાનદાર ડિઝાઈન દર્શાવી હતી. જો કે લોન્ચિંગ બાદ સમગ્ર કારની વિશે માહિતી સામે આવી છે.

MG કંપનીએ પોતાની પહેલી ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, લુક્સ જોઈને ખરીદવાનું થશે મન

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપનીઓમાં જાણે સ્પર્ધા લાગી હોય તેવું લાગી રહ્યું છે. અનેક કંપનીઓ ન સાંભળ્યા હોય તેવા આધુનિક અને શાનદાર ફિચર્સ સાથે પોતાની ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી રહ્યાં છે. તેવામાં MG કંપનીએ પોતાની ઈલેક્ટ્રીક સ્પોર્ટસ કાર લોન્ચ કરી છે. આ કારના ફિચર્સ અને ડિઝાઈન જોઈ તમે પણ તેના ચાહક બની જશો. આવો જાણીએ આ સુપરકારની વિશેષતા.

No description available.

બ્રિટેનની પ્રમુખ ઓટોમોબાઈલ કંપની MGએ ટુ-ડોર ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર MG CYBERSTER લોન્ચ કરી છે. કંપનીએ આ કારની પહેલી ઝલકમાં તો માત્ર શાનદાર ડિઝાઈન દર્શાવી હતી. જો કે લોન્ચિંગ બાદ સમગ્ર કારની વિશે માહિતી સામે આવી છે. કંપનીએ આ કારને તે રીતે બનાવી છે કે જેને કારને જોતા જ તેને ખરીદવાનું મન થઈ જાય. MGએ ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરતા હરીફ કંપનીઓમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ સુપરકાર 5G ફિચરથી સજ્જ છે. આ સિવાય પણ કારમાં અતિઆધુનિક ફિચર્સ આપવામાં આવ્યા છે. તો આવો જાણીએ કારની તમામ વિશેષતાઓ.

MG CYBERSTER એક લો-સ્લંગ પ્રોફાઈલ કાર છે. જે તેને વધુ આકર્ષક સ્પોર્ટ્સ કારનો અહેસાસ કરાવે છે. કારના સાઈડ બોડી પેનલ્સ પર શાર્પ આકર્ષક લાઈન્સ બનાવવામાં આવી છે. કારના ફ્રંટમાં સ્લિમ ગ્રિલ ડિઝાઈન, મેજીક આઈ ઈન્ટરેક્ટિવ હેડલાઈટ્સ, LED લાઈટ્સ જેવા અનેક ફિચર્સ આ કારની સુંદરતાને નિખારે છે. MG CYBERSTERમાં પાછળની બાજુ તદ્દન સપાટ અને નીચે તરફ નમેલી છે. જેનાથી કાર એકદમ સ્પોર્ટી લાગે છે. કારના પાછળના ભાગમાં MGનું બેજિંગ આપવામાં આવ્યું છે. MGનું કહેવું છે કે કારના પાછળના ભાગમાં ચપટી લૂક તેના પાછળના સ્પોઈલરને સુધારી શકે છે. આ સાથે કારના એરોડાયનેમિક પર્ફોર્મેન્સને સુધારી શકે છે. આ સિવાય આ કારના વ્હીલ્સ કંબાઈન્ડ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ સાથે આવે છે. આ પ્રકારના વ્હીલ્સ સામાન્ય રીતે ખૂબ જ હાઈ-પર્ફોર્મેન્સ મોડેલ કારમાં જોવા મળે છે.

જો કોઈને આ કારના લુક્સ અને ડિઝાઇન પસંદ ન હોય તો પણ, MG CYBERSTERમાં અનેક એવા ફિચર્સ છે જે લોકોને ખુબ પસંદ પડી શકે છે. કંપનીનો દાવો છે કે MG CYBERSTER એક ગેમિંગ કોકપીટ સાથે વિશ્વની પ્રથમ પ્યોર સુપર કાર છે. આ કારની ડિઝાઇન અને લુક્સ ખાસ કરીને યુવા કાર પ્રેમીઓને આકર્ષિત કરશે. કંપની મુજબ આ કાર એકદમ સુપરફાસ્ટ સ્પોર્ટ્સ કાર છે. કંપનીનો દાવો છે કે MG CYBERSTER માત્ર 3 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઝડપી શકે છે. એટલું જ નહીં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ સુપરફાસ્ટ કારને ફુલ ચાર્જ કર્યા બાદ 800 કિલોમીટરની રેન્જ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news