મારુતિની આ 6 સીટર ગાડી થઈ ગઈ ટેક્સ ફ્રી! 1.27 લાખ રૂપિયાની થશે બચત, વિગતો જાણો

આ વખતે મારુતિ સુઝૂકીની એક 6 સીટર કાર  પણ હવે CSD પર ઉપલબ્ધ થઈ છે. એટલે કે આ ફેમિલી કારને પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જાણો આ લાભ કોને મળશે. 

મારુતિની આ 6 સીટર ગાડી થઈ ગઈ ટેક્સ ફ્રી! 1.27 લાખ રૂપિયાની થશે બચત, વિગતો જાણો

દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચર કંપનીની કારો એક પછી એક ટેક્સ ફ્રી થઈ રહી છે અને તેનો સીધો  ફાયદો ગ્રાહકોને મળશે. આ વખતે મારુતિ સુઝૂકીની એક 6 સીટર કાર  પણ હવે CSD પર ઉપલબ્ધ થઈ છે. એટલે કે આ ફેમિલી કારને પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 

આ કારના શરૂઆતના વેરિએન્ટ જેટાની કિંમત 10,56,187 રૂપિયા છે પરંતુ CSD (કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ) પર તે કારની કિંમત ઘણી ઓછી હશે. અત્રે જણાવવાનું કે કેન્ટીન પર દેશના જવાનો માટે ટેક્સ ફ્રી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હકીકતમાં CSD થી કાર લેવામાં આવે તો જીએસટી ઘણો ઓછો આપવો પડે છે. જવાનો માટે GST 28% ની જગ્યાએ ફક્ત 14 ટકા ટેક્સ છે. 

1.27 લાખ રૂપિયાની બચત
ટેક્સ ફ્રી થયા બાદ XL6 ના જેટાની કિંમત 11.61 લાખ રૂપિયા થાય. જ્યારે સીએસડી પર આ વેરિએન્ટ 10,56,187 રૂપિયામાં મળી રહ્યું છે. આવામાં આ કાર પર 1,04,813 રૂપિયાની બચત થઈ રહી છે. XL6 પર મહત્તમ 1,27,662 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. CSD પર આ કારના પેટ્રોલ અને સીએનજી વેરિએન્ટ ઉપલબ્ધ છે.  Maruti XL6 ના ફીચર્સ પણ જાણવા જેવા છે. 

એન્જિન અને ગિયર બોક્સ
 Maruti XL6 માં 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે જે 114 bhp ના પાવર અને 137 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયર પણ હશે જે પેડલર શિફ્ટ્સ સાથે આવે છે. મારુતિ XL6 ને જેટા, આલ્ફા, આલ્ફા પ્લસ વેરિએન્ટમાં ખરીદી શકાય છે. તેમાં CNG નું પણ ઓપ્શન તમને મળશે. XL6 માં 6 કેપ્ટન સીટ્સ મળે છે. આ સિવાય તેમાં વેન્ટિલેટેડ સીટનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. 

સેફ્ટી માટે આ ગાડીમાં 4 એરબેગ સ્ટાન્ડર્ડ અને 6 એરબેગ પ્રીમિયમ વર્ઝનમાં સામેલ છે. આ સિવાય તેમાં એ્ટી લોક બેકિગ સિસ્ટમની સાથે EBD ની સુવિધા પણ અપાઈ રહી છે. તેમાં 7 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ સિવાય તેમાં 360 ડિગ્રી  કેમેરા, વાયરલેસ ચાર્જિંગ અને સ્માર્ટ પ્લે પ્રો સિસ્ટમ છે. XL6 સિવાય CSD પર મારુતિ બ્રેઝા, બલેનો અને ફ્રોંક્સ પણ ઉપલબ્ધ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news