ઉતાવળ કરજો! મારુતિએ અલ્ટો સહિત પોતાની 3 ટબુકડી કારના સસ્તા મોડલ લોન્ચ કર્યા, કિંમત ખાસ જાણો
દુનિયાની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝૂકીએ ભારતમાં નાની ગાડીઓની ઘટતી માંગણી જોતા એક મોટો નિર્ણય લીધો છે. ત્રણ કારો માટે નવા ડ્રીમ એડિશન વેરિએન્ટ (Maruti Dream Edition Variant) લોન્ચ કર્યા છે.
Trending Photos
દુનિયાની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝૂકીએ ભારતમાં નાની ગાડીઓની ઘટતી માંગણી જોતા એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ ત્રણ મોડલ Alto K10, S-Presso, Celerio માટે એક નવા ડ્રીમ એડિશન વેરિએન્ટ (Maruti Dream Edition Variant) લોન્ચ કર્યા છે. જેની કિંમત 4.99 લાખ રૂપિયા હશે.
Celerio નો ભાવ આટલો ઘટ્યો
મીડિયા રિપોર્ટ મુજબ કંપની તરફથી લેવાયેલા નિર્ણયના કારણે Celerio કારની કિમતમાં ઘણો ઘટાડો થશે. હાલના સમયમાં એન્ટ્રી લેવલ LXI ની કિંમત 5.37 લાખ રૂપિયા છે. જેનો અર્થ એ થયો કે હવે Celerio ના ભાવમાં 38,000 રૂપિયાનો ઘટાડો થશે.
Alto K10 અને S-Presso નો ભાવ
Alto K10 માટે ડ્રીમ એડિશન મિડ સ્પેક LXI (4.84 લાખ રૂપિયા) અને VXI (5.06 લાખ રૂપિયા) વેરિએન્ટ વચ્ચે આવશે. S-Presso માટે તેની ડ્રીમ એડિશન વેરિએન્ટ એન્ટ્રી લેવલ સ્ટાન્ડર્ડ (4.27 લાખ રૂપિયા) અને LXI (5.02 લાખ રૂપિયા) ટ્રિમ્સ વચ્ચે હશે.
મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડે કહ્યું કે મેમાં પ્રીમીયમ હેચ સેગમેન્ટનું યોગદાન 43 ટકા રહ્યું આથી અમે જૂનમાં નાની એન્ટ્રી કાર સેગમેન્ટ પર ફોકસ કરીશું. અમે અમારા ટાર્ગેટ કસ્ટમર્સના ફીડબેકના આધારે એક ડ્રીમ એડિશન લોન્ચ કરી રહ્યા છે. આ હાલ જૂન મહિના માટે વેલિડ છે.
ફક્ત જૂન માટે છે લિમિટેડ રન ડ્રીમ એડિશન મોડલ
ફક્ત જૂન મહિના માટે અવેલેબલ લિમિટેડ રન ડ્રીમ એડિશન મોડલમાં વધુ ફીચર્સ મળશે. બેનર્જીએ વધુમાં કહ્યુ કે ડ્રીમ એડિશનમાં રિવર્સ પાર્કિંગ સિક્યુરિટી સિસ્ટમ જેવા અન્ય ફીચર્સ પણ હશે. આ સાથે જ કેટલાક ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમને વધુ સારી પણ બનાવવામાં આવશે.
ડ્રીમ સીરિઝ લીમિટેડ એડિશનના ફીચર્સ
Alto K10 VXI+ ડ્રીમ સિરીઝ
રિવર્સ પાર્કિંગ કેમેરા
સિક્યુરિટી સિસ્ટમ
Celerio LXI ડ્રીમ સિરીઝ
રિવર્સ પાર્કિંગ કેમેરા
પાયોનિયર મલ્ટીમીડિયા સ્ટીરિયો
સ્પીકર 1 પેયર
S-Presso VXI+ ડ્રીમ સિરીઝ
- રિવર્સ પાર્કિંગ કેમેરા
- સિક્યુરિટી સિસ્ટમ
- સ્પીકર 1 પેયર
- ઈન્ટીરિયર સ્ટાઈલિંગ કિટ
- વ્હીલ આર્ચ Cladding
- બોડી સાઈડ Cladding
- સાઈડ સ્કિડ પ્લેટ
- રિયર સ્કિડ પ્લેટ
- ફ્રન્ટ સ્કિડ પ્લેટ
- ફ્રન્ટ ગ્રિલ ગાર્નિશ (ક્રોમ)
- બેક ડોર ગાર્નિશ (ફૂલ ક્રોમ)
- નંબર પ્લેટ ફ્રેમ
એન્જિનમાં કોઈ ફેરફાર નહીં
મારુતિ સુઝૂકીએ આ ત્રણ કારોમાં ફીચર જરૂર શામેલ કર્યા છે પરંતુ તેના એન્જિન માં કોઈ ફેરફાર નથી કર્યા. કારણ કે તેમાં લાગેલા 1000cc ના એન્જિન પરફોર્મન્સમાં બેસ્ટ છે તથા તે ઉપરાંત માઈલેજ મામલે પણ બેસ્ટ છે. હવે જોવાનું એ રહેશે કે આ નવા સસ્તા મોડલ કંપનીના વેચાણને કેટલું વધારે છે.
અત્રે જણાવવાનું કે મે મહિનામાં બે સેગમેન્ટમાં કંપનીનું ટોટલ 78,108 યુનિટ્સ વેચાણ થયું છે. જેમાં S-Presso, Baleno, Celerio, Ignis તથા નવી લોન્ચ કરાયેલી સ્વિફ્ટ સામેલ છે. જ્યારે મે 2023માં આ આંકડો 83,655 યુનિટ્સનો હતો. આ વર્ષે મે મહિનામાં કંપનીનું ટોટલ ડોમેસ્ટિક સેલ્સ 1,46,694 યુનિટ્સ રહ્યું. આ સેલ્સ ગત વર્ષ આ સમયગાળામાં વેચાયેલા 1,46,596 યુનિટ્સથી માત્ર 0.1 ટકા જ વધુ છે. આ ઉપરાંત આ વર્ષે મે મહિનામાં ટોટલ ઈન્ડસ્ટ્રી નંબર 3,50,257 યુનિટ્સ રહ્યું જ્યારે ગત વર્ષે મે મહિનાના 3,35,436 યુનિટ્સની સરખામણીમાં આ આંકડો 4.4 ટકા વધુ છે.
અત્રે જણાવવાનુ કે Maruti Alto K10 ની કિંમત 3.99 લાખથી 5.96 લાખ વચ્ચે, S-Presso ની કિંમત 4.27 લાખથી 6.12 લાખ વચ્ચે, અને Celerio ની કિંમત 5.37 લાખથી 7.10 લાખ વચ્ચે છે. આ ભાવ એક્સ શોરૂમ (દિલ્હી) છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે