થાર ન ખરીદી શકતા હોવ તો આ રહ્યો તેનો વિકલ્પ! શોરૂમમાં એન્ટ્રી થતા જ લોકો જોવા તૂટી પડ્યા
આ વેરિએન્ટ ડીલરશીપ પર પહોંચવા લાગ્યા છે. પહેલીવાર તેનો વોકઅરાઉન્ડ વીડિયો પણ સામે આવ્યો છે. આ ગાડીને જોવા માટે શોરૂમ પર લોકોની ભીડ પણ જામવા લાગી છે.
Trending Photos
મારુતિએ આ મહિને એટલે કે 1 ડિસેમ્બરે પોતાની ઓફરોડ SUV મારુતિ Jimnyની થંડર એડિશન લોન્ચ કરી હતી. હવે આ વેરિએન્ટ ડીલરશીપ પર પહોંચવા લાગ્યા છે. પહેલીવાર તેનો વોકઅરાઉન્ડ વીડિયો પણ સામે આવ્યો છે. આ ગાડીને જોવા માટે શોરૂમ પર લોકોની ભીડ પણ જામવા લાગી છે. ખાસ વાત એ છે કે આ જિમ્નીનું સૌથી સસ્તી વેરિએન્ટ છે. તેની એક્સ શોરૂમ કિંમત 10.74 લાખ રૂપિયા છે. આ કિંમત લિમિટેડ સમય માટે રહેશે. બીજી બાજુ જિમ્નીના રેગ્યુલર વેરિએન્ટની શરૂઆતની કિંમત જ 12.74 લાખ છે. કંપની આ મહિને જિમ્ની પર 2 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે.
જિમ્ની થંડર એડિશનમાં શું છે અલગ
જિમ્ની થંડર એડિશનની ડિઝાઈનની વાત કરીએ તો તેના ફ્રંટ બંપર ગાર્નિશ, ફ્રંટ સ્કિડ પ્લેટ, સાઈડ ડોર ક્લૈટિંગ, ડોર વાઈઝર, ઈલ્યુમિનેટેડ ડોર સિલ ગાર્ડ, ORVM ગાર્નિશ અને સાઈડ ફેન્ડર ગાર્નિશ સાથે બીજા વેરિએન્ટથી અલગ છે. તેમાં રૂફ રેલ્સ અને ટેલગેટ-માઉન્ટેડ સ્પેર વ્હીલ પણ મળે છે. માઉન્ટેન-થીમવાળી ડિકલ્સ અને ગ્રાફિક્સ તેના સ્પોર્ટી લુકને વધારી રહ્યા છે. થંડર એડિશન આલ્ફામાં 15 ઈંચના એલોય વ્હીલ છે. જ્યારે જેટા ટ્રિમમાં 15 ઈંચનાસ્ટીલ વ્હીલ છે. ઈન્ટીરિયરમાં એક નવું ટેન ફિનિશવાળું સ્ટિયરિંગ વ્હીલ, બ્લેક અને ટેન લેધરેટ સીટ અપહોલ્સ્ટ્રી અને ડોર અને ડેશબોર્ડ ગ્રેબ હેન્ડલ પર ટેન કલર ગ્રિપ્સ મળે છે.
જિમ્ની થંડર એડિશન વેરિએન્ટના ભાવ
થંડર એડિશનને સ્ટાન્ડર્ડ વેરિએન્ટની સરખામણીમાં કોસ્મેટિક અપડેટ મળે છે. આ એન્ટ્રી લેવલ જેટા અને આલ્ફા ગ્રેડમાં ઉપલબ્ધ છે. જેટા AT ની કિંમત 11.94 લાખ રૂપિયા, આલ્ફા MT ની કિંમત 12.69 લાખ રૂપિયા, આલ્ફા MT DT ની કિંમત 12.85 લાખ રૂપિયા, આલ્ફા AT ની કિંમત 13.89 લાખ રૂપિયા અને આલ્ફા AT DC ની કિંમત 14.05 લાખ રૂપિયા છે.
જિમ્ની થંડર એડિશનનું એન્જિન
જિમ્ની થંડર એડિશનના એક્સટીરિયર પર પહાડોને દર્શાવતા કિનારા પર નવા બોડી ગ્રાફિક્સ આપેલા છે. પ્રદર્શનમાં કોઈ ફેરફાર ન હોવાની સાથે જિમ્ની થંડર એડિશનમાં 1.5 લીટર ફોર સિલિન્ડર K15B માઈલ્ડ હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન છે જે 105 hp નો મહત્તમ પાવર આઉટપુટ અને 134 Nm નો પીક ટોર્ક પેદા કરે છે. તેને 5 સ્પીડ MT કે 4 સ્પીડ AT ટ્રાન્સમીશન સાથે જોડવામાં આવ્યો છે.
મારુતિ જિમ્નીના ફિચર્સ
જેટા વેરિએન્ટ ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVMs, વોશર સાથે ફ્રન્ટ અને રિયર વાઈપર, ડે અને નાઈટ IRVM, પિંચ ગાર્ડ સાથે ડ્રાઈવર-સાઈડ પાવર વિન્ડો ઓટો અપ/ડાઉન, રિક્લાઈનેબલ ફ્રન્ટ સીટો, માઉન્ટેડ કંટ્રોલ સાથે મલ્ટી ફંક્શનલ સ્ટીયરીંગ વ્હીલ, TFT કલર ડિસ્પ્લે, ફ્રંટ અને રિયર સીટ એડજસ્ટેબલ હેડરેસ્ટ, ફ્રંટ અને રિયર વેલ્ડેડ ટો હુક જેવા ફીચર્સ આપેલા છે.
અન્ય ફિચર્સની વાત કરીએ તો તેમાં એટ્રેક્ટિવ સ્ટીલ વ્હીલ, ડ્રિપ રેલ અને વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી સાથે 7 ઈંચનો સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપેલી છે. આલ્ફા ગ્રેડ એલોય વ્હીલ, બોડી કલરના ડોર હેન્ડલ, વોશર સાથે LED ઓટો હેડલેમ્પ, ફોગ લેમ્પ, ડાર્ક લીલા રંગના ગ્લાસ, પુશ બટન એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ, ક્રૂઝ કંટ્રોલ, લેધર સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, 9 ઈંચનો સ્માર્ટપ્લે પ્રો+ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, આર્કમિસ સરાઉન્ડ સાઉન્ડ પણ મળે છે.
જિમ્નીના સેફ્ટી ફીચર્સ
સેફ્ટી માટે તેમાં સ્ટાન્ડર્ડ ડ્યુઅલ ફ્રંટ એરબેગ, સાઈડ અને કર્ટેન એરબેગ, બ્રેક લિમિટેડ સ્લિપ ડિફરન્શિયલ, EBD સાથે એન્ટી લોક બ્રેક, ઈલેક્ટ્રિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, રિવર્સ પાર્કિંગ કેમેરા, સાઈડ ઈફેક્ટ ડોર બીમ, એન્જિન ઈમ્મોબિલાઈઝર અને થ્રી પોઈન્ટ ઈમરજન્સી લોકિંગ રિટ્રેક્ટર સીટબેલ્ટ જેવા ફિચર્સ આપેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે