સુપરડુપર offers : આ કારો પર મળી રહી છે સીધી 2 લાખની છૂટ

જો તમે કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો તમારા માટે બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં પોતાની બીએસ 4 (BS IV) માનકવાળી કારો પર ડિસ્કાઉન્ટ વધારી દીધું છે. કંપનીએ અલ્ટો, (Alto), વેગનઆર (WagonR), સ્વિફ્ટ (Swift), ડિઝાયર (Dzire) અને અર્ટિગા (Ertiga) કારો પર આ મહિને આકર્ષક ભાવ અને ખાસ ઓફર્સ સાથે વેચાણમાં મૂકી છે. આમ તો તમને જણાવી દઈ કે, કંપની બીએસ 6 કેટેગરીની કારો પર પણ ડિસ્કાઉન્ટ (car offers) આપી રહી છે. રિપોર્ટસ અનુસાર, ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને સર્વિસ સાથે જોડાયેલ ઓફર પર મળી રહ્યાં છે. 

સુપરડુપર offers : આ કારો પર મળી રહી છે સીધી 2 લાખની છૂટ

ઝી મીડિયા/બ્યૂરો :જો તમે કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો તમારા માટે બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં પોતાની બીએસ 4 (BS IV) માનકવાળી કારો પર ડિસ્કાઉન્ટ વધારી દીધું છે. કંપનીએ અલ્ટો, (Alto), વેગનઆર (WagonR), સ્વિફ્ટ (Swift), ડિઝાયર (Dzire) અને અર્ટિગા (Ertiga) કારો પર આ મહિને આકર્ષક ભાવ અને ખાસ ઓફર્સ સાથે વેચાણમાં મૂકી છે. આમ તો તમને જણાવી દઈ કે, કંપની બીએસ 6 કેટેગરીની કારો પર પણ ડિસ્કાઉન્ટ (car offers) આપી રહી છે. રિપોર્ટસ અનુસાર, ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને સર્વિસ સાથે જોડાયેલ ઓફર પર મળી રહ્યાં છે. 

શરીર પરથી બધા વસ્ત્રો ઉતારીને જાપાનીઝ પુરુષો આખરે એવુ તો શું કરે છે?

ઉલ્લેખનીય છે કે, દેશમાં 1 એપ્રિલ, 2020થી બીએસ 6 કેટેગરીની ગાડીઓ વેચાશે. તેથી મારુતિ સુઝુકીએ બીએસ 6 (BS VI) કેટેગરીની ગાડીઓ માટે ડેડલાઈન જોતા ડિસ્કાઉન્ટમાં વધારો કર્યો છે. હાલના દિવસોમાં તમામ ઓટોમોબાઈલ કંપનીઓ પોતાની પોર્ટફોલિયોને બીએસ 6માં અપડેટ કરવામાં લાગી છે. જોકે, આ ગાડીઓની કિંમત થોડી વધુ છે. તેથી ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કંપનીઓ વિવિધ પ્રકારની ઓફર આપી રહી છે. 

  • વેગનઆર બીએસ 6 પર 10,000 રૂપિયા કેશ, 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ અને 2500 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ
  • એસ-પ્રેસો બીએસ 6 પર 10,000 રૂપિયા કેશ, 15 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ અને 2500 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ
  • સ્વિફ્ટ બીએસ 6 પેટ્રોલ પર 25,000 રૂપિયા કેશ, 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ
  • ડિઝાયર બીએસ 6 પેટ્રોલ પર 10,000 રૂપિયા કેશ, 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ

ટાટા હેક્સા (Tata Hexa)
ટાટા હેક્સા પર 2 લાખ રૂપિયા સુધી બેનિફીટ મળી રહ્યો છે. હેક્સા ટાટાની લાઈન-અપમાં 1.5 લાખ રૂપિયા કેશ બેનિફીટની સાથે સૌથી મોટી છૂટથી ગ્રાહકોની આકર્ષિત કરી રહી છે. આ ઉપરાંત ગ્રાહકોને કાર ખરીદવા પર 50,000 રૂપિયા સુધીના વધુ બેનિફીટ આપવામાં આવી રહ્યાં છે. Hexa ને Tata ના ફ્લેગશિપ મોડલ Gravitas ની સાથે રિપ્લેસ કરવામાં આવશે. જેના બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે, હેક્સાને આગામી મહિનામાં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવેલ હેક્સ સફારી કોન્સેપ્ટની સાથે બીએસ 6માં અપગ્રેડ કરવામાં આવશે. 

વફાદાર સાથી જ નીકળ્યો માથાભારે સૂર્યા મરાઠીની હત્યાનો મોટો સૂત્રધાર 

ટાટા હેરિયર (Tata Harrier)
ટાટા હેરિયર પર 1.3 લાખ રૂપિયા સુધીનું બેનિફીટ મળી રહ્યું છે. વધુ શક્તિશાળી 170hp, BS6-compliant Harrier ના લોન્ચની સાથે, Tata નવી ઈવેન્ટ્રી માટે જગ્યા બનાવવા માટે BS4 SUV ના બચેલા સ્ટોક પર 1.3 લાખ રૂપિયા સુધીનું બેનિફીટ આપી રહી છે. 

ટાટા જેસ્ટ (Tata Zest)
ટાટા જેસ્ટ 90,000 રૂપિયા સુધીનું બેનિફીટ આપી રહી છે 

ટાટા બોલ્ટ (Tata Bolt)
ટાટા બોલ્ટ 80,000 રૂપિયા સુધીનું બેનિફીટ આપી રહી છે. 

ટાટા ટિગોર (Tata Tigor)
ટાટા ટિગોર 70,000 રૂપિયા સુધીનું બેનિફીટ આપી રહી છે. 

ટાટા નેક્સોન (Tata Nexon)
ટાટા નેક્સોન 55,000 રૂપિયા સુધીનું બેનિફીટ આપી રહી છે. 

ટાટા સફારી (Tata Safari Storme)
ટાટા સફારી 55,000 રૂપિયા સુધીનું બેનિફીટ આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news