Fastag ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો, તરત જ કરો Deactivate નહીં તો..

Deactivate Fastag Online: ઘણી વખત ફાસ્ટેગ ચોરાઈ જવાની, ખોવાઈ જવાની કે ડેમેજ થવાની ઘટનાઓ બને છે. આવી સ્થિતિમાં, નવા ફાસ્ટેગનો ઉપયોગ કરવા માટે જૂના ફાસ્ટેગને Deactivate કરવું મહત્વપૂર્ણ છે.

Fastag ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો, તરત જ કરો Deactivate નહીં તો..

Deactivate Fastag Online: ફાસ્ટેગ દ્વારા સમગ્ર દેશમાં ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. તમામ ફોર વ્હીલર માટે તેનો ઉપયોગ કરવો ફરજિયાત છે. જે વાહનોમાં FASTag નથી તેમને દંડ તરીકે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. Fastag સ્ટીકર જેવી નાની ચિપ છે, જેને કારની વિન્ડસ્ક્રીન પર લગાવવાની હોય છે. તેના દ્વારા ખાતામાંથી આંખના પલકારામાં ટોલ ટેક્સ કાપી લેવામાં આવે છે. ઘણી વખત ફાસ્ટેગ ચોરાઈ જવાની, ખોવાઈ જવાની કે ડેમેજ થવાની ઘટનાઓ બને છે. આવી સ્થિતિમાં, નવા ફાસ્ટેગનો ઉપયોગ કરવા માટે જૂના ફાસ્ટેગને Deactivate કરવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે ફાસ્ટેગને કેવી રીતે Deactivate કરવું.

FASTag એકાઉન્ટ કેવી રીતે બંધ કરવું?
FASTag ને Deactivate કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે FASTag કસ્ટમર કેરનો સંપર્ક કરવો અને FASTag Deactivate કરવાની વિનંતી કરવી. તમે FASTag સંબંધિત પ્રશ્નો માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની હેલ્પલાઈન 1033 પર પણ કૉલ કરી શકો છો.

No description available.

Axis Bank FASTag ને કેવી રીતે Deactivate કરવું?
તમારા રજિસ્ટર્ડ ઈમેલમાંથી FASTag રદ કરવા માટે મેઈલ લખો અને તેને etc.management@axisbank.com પર સબમિટ કરો.
અથવા બેંકને 18004198585 પર કૉલ કરો અને FASTag Deactivate કરવા માટે વિનંતી કરો.

HDFC બેંક FASTag ને કેવી રીતે Deactivate કરવું?
1: યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને FASTag પોર્ટલ પર લોગિન કરો.
2: સર્વિસ રિક્વેસ્ટનો વિકલ્પ પસંદ કરો.
3: જનરેટ સર્વિસ રિક્વેસ્ટ વિકલ્પ પસંદ કરો.
4: RFID ટેગ અથવા વૉલેટને બંધ કરવા માટે Request Typeમાં Closure Request પસંદ કરો. અથવા તમે 18001201243 પર પણ કૉલ કરી શકો છો.

Paytm FASTag ને કેવી રીતે Deactivate કરવું?
1: PayTM એપમાં સાઇન ઇન કરો.
2: 24x7 હેલ્પડેસ્ક વિકલ્પ પર જાઓ.
3: type પસંદ કરો.
4: FASTag એકાઉન્ટ બંધ કરવા માટે Raise/add કરો..

એરટેલ પેમેન્ટ્સ FASTag ને કેવી રીતે Deactivate કરવું?
એરટેલ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરવામાં આવેલ FASTag ને નિષ્ક્રિય કરવા માટે, તમે બેંકના કસ્ટમર કેર નંબર 400 અથવા 8800688006 પર કૉલ કરી શકો છો.

આ પણ વાંચો:
અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં
શું તમે ભાડે રહો છો? તમારા કાનૂની હક ખાસ જાણો...મકાન માલિક નહીં કરી શકે હેરાન
ગુજરાતમાં 12 કલાકમાં 179 તાલુકામાં ધોધમાર, વિસાવદરમાં 15, તો જામનગર-અંજારમાં 11 ઈંચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news