લાઇટબિલ બચાવશે આ AC! ભારતમાં LG લાવ્યું AI ડુઅલ ઇન્વર્ટર AC, જાણો કિંમત અને ફીચર્સ

LG 2024 AI Dual Inverter AC: LG એ ભારતમાં પોતાના નવા AI વાળા ડુઅલ ઇન્વર્ટર ACs કર્યા છે. 2024 ના AI ડુઅલ ઇન્વર્ટર  ACs શાનદાર ડિઝાઇનવાળી ArtCool રેંજમાં પણ ઉપલબ્ધ છે. LG એ 2024 માં પ્રથમ ત્રિમાસિકમાં જોરદાર વેચાણનું સેલિબ્રેશન કરતાં તાજેતરમાં જ Mirror Black અને Beige રંગના મોડલ બતાવ્યા. 

લાઇટબિલ બચાવશે આ AC! ભારતમાં LG લાવ્યું AI ડુઅલ ઇન્વર્ટર AC, જાણો કિંમત અને ફીચર્સ

LG 2024 AI Dual Inverter AC Price: LG ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં પોતાના નવા AI વાળા ડુઅલ ઇન્વર્ટર ACs કર્યા છે. આ સાથે જે તેમણે રેકોર્ડ સમયમાં 10 લાખ AC વેચવાનું સેલિબ્રેશન પણ કર્યું. આ નવા ACs ની ખાસ વાત એ છે કે તમે  LG ThinQ એપ વડે સીધી વિજળીના વપરાશને જોઇ શકો છો અને ઓછું કરી શકો છો. 2024 ના AI ડુઅલ ઇન્વર્ટર  ACs શાનદાર ડિઝાઇનવાળી ArtCool રેંજમાં પણ ઉપલબ્ધ છે. LG એ 2024 માં પ્રથમ ત્રિમાસિકમાં જોરદાર વેચાણનું સેલિબ્રેશન કરતાં તાજેતરમાં જ Mirror Black અને Beige રંગના મોડલ બતાવ્યા. 

શું છે એનર્જી મેનેજર ફીચર? 
Wi-Fi વાળા LG AI ડુઅલ ઇન્વર્ટર AC માં હાજર એનર્જી મેનેજર ફીચર તમને એ જણાવે છે કે તમારા AC એ એક દિવસમાં કેટલા યૂનિટ વિજળી ખર્ચ કરી. તમે એક સમયસીમા માટે વિજળીની ખપત સીમાને પણ સેટ કરી શકો છો જેથી તમે વિજળીના બિલને સારી રીતે મેનેજ કરી શકો છો.  

LG 2024 AI Dual Inverter AC Features
Diet Mode:
કંપનીના જણાવ્યા અનુસાર આ ખાસ મોડ વિજ વપરાશમાં 81% ઘટાડો કરે છે, અને સારી ઠંડક પણ આપે છે. આનાથી વીજળીનું બિલ ઘટશે અને રૂમ પણ ઠંડો રહેશે.

HimClean: આ ફીચર ACની અંદરના ભાગને ઓટોમેટિક સાફ કરે છે. તે સૌથી પહેલા એસીની પાઇપને ફ્રીઝ કરે છે અને પછી તેને પીગાળીને જામી ગયેલી ગંદકીને દૂર કરે છે. આ તમારા એસીમાં બેક્ટેરિયાને વધતા અટકાવશે.

Gold Fin+ કોટિંગ: આ કોટિંગ ACને ભેજ અને કાટથી બચાવીને વધુ ટકાઉ બનાવે છે, જેનાથી તમારું AC લાંબું ચાલે છે.

મળે છે 10 વર્ષની વોરન્ટી
LG ThinQ Care એપમાં હવે વધુ ફાયદા મળે છે! હવે આ એપ જણાવે છે કે ક્યાંક એસીમાં ગેસ ઓછો તો નથી થઇ ગયો ને અને સાથે ખરાબ ગંધ વિશે તપાસ કરે છે. તેનાથી તમે કોઇપણ પરેશાનીને પહેલાં જ ઓળખીને તેને દૂર કરી શકો છો. આ ઉપરાંત LG પોતાના તમામ ACs પર 10 વર્ષની કંપ્રેસર વોરન્ટી પણ આપે છે, જેથી ગેસ લીકેજની કવર મળે છે. 

LG 2024 AI Dual Inverter ACs Price
આ નવા ACs ની કિંમત ₹35,000 થી ₹60,000 ની વચ્ચે છે અને કુલ 77 વિવિધ મોડલ્સ ઉપલબ્ધ છે. તમે આ ACs ને એલજીની વેબસાઈટ, તેમના સ્ટોર્સ, ફ્લિપકાર્ટ (Flipkart) અને એમેઝોન (Amazon) જેવી ઓનલાઈન વેબસાઈટ પરથી ખરીદી શકો છો. નવા લોન્ચને સેલિબ્રેટ કરવા માટે, LG કેશબેક ઓફર, ફાઇનાન્સ (EMI) વિકલ્પો અને તે જ દિવસે ઇન્સ્ટોલેશન જેવી સેવાઓ ઓફર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news