Jio ની જબરદસ્ત ઓફર, ફક્ત 1 રૂપિયામાં મળી રહ્યો છે આ પ્લાન, વિગતો ખાસ જાણો
Trending Photos
Jio ના પોર્ટફોલિયોમાં અનેક એવા સસ્તા રિચાર્જ પ્લાન રહેલા છે પરંતુ શું તમે ક્યારેય 1 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે જાણ્યું છે? આ અંગે બહુ ઓછા લોકોને જાણકારી હશે. જો કે એક ઓફર હેઠળ તમને જિયોનો 1 જીબી ડેટા રિચાર્જ માત્ર એક રૂપિયામાં મળી શકે છે. આ માટે તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે.
આ ઓફર જિયોએ રજૂ કરી છે જે મર્યાદિત સમય માટે છે. આ ઓફરનો ફાયદો ઉઠાવીને તમે ફક્ત 1 રૂપિયામાં 1 જીબી ડેટા વાઉચર ખરીદી શકો છો. ગ્રાહકોએ જો કે આ માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. તમારે આ ઓફર માટે શું કરવું પડશે તે ખાસ જાણો.
કઈ રીતે મેળવી શકશો આ ખાસ ઓફર?
જિયો યૂઝર્સે આ રિચાર્જ ઓફરને મેળવવા માટે જિયો કેરના અધિકૃત નંબર પર મેસેજ કરવાનો રહેશે. યૂઝર્સે પોતાના વોટ્સએપ નંબરથી +91 7000770007 પર મેસેજ કરવાનો રહેશે. તેના પર યૂઝર્સે Jio Sim Recharge મેસેજ કરવાનો રહેશે.
આ મેસેજ બાદ તમને જિયો તરફથી રિપ્લાય આવશે. જેમાં તમારે Recharge For a Friend નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે પોતાનો કે કોઈ અન્ય યૂઝરનો જિયો નંબર સેન્ડ કરવાનો રહેશે. જેને તમે રિચાર્જ કરાવવા માંગતા હોવ. જેવો તમે નંબર સેન્ડ કરશો કે તમારી સ્ક્રિન પર જિયોની એક રૂપિયાવાળી ઓફર અને અન્ય બીજા પ્લાન્સની લિસ્ટ આવી જશે. અહીંથી તમે જિયોનો 1જીબી ડેટા વાઉચર ફક્ત 1 રૂપિયામાં ખરીદી શકો છો. જો કે આ માટે યૂઝર્સે WhatsApp Pay દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.
કેવી રીતે સેટ કરી શકો WhatsApp Pay
WhatsApp Payment સેટઅપ કરવા માટે તમારે કોઈ પણ ચેટ પર જઈને રૂપિયાના નિશાન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે સીધા વોટ્સએપના પે સેટઅપ પેજ પર પહોંચી જશો. અહીં તમારે Accept and Continue પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકને પસંદ કરવાની રહેશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
ધ્યાન રાખવું કે તમે જે નંબરથી વોટ્સએપ યૂઝ કરી રહ્યા હોવ તે નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે પણ લિંક હોય. વેરિફિકેશન માટે વોટ્સએપ તમને મેસેજ મોકલશે. ત્યારબાદ તમને UPI Id જોવા મળી શકશે. આ રીતે તમે વોટ્સએપ પેમેન્ટ એકાઉન્ટ સેટઅપ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે