Jio ની શાનદાર ન્યૂયર ઓફર, માત્ર 2999 રૂપિયામાં 388 દિવસની વેલિડિટી, દરરોજ 2.5GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

Jio 2999 Prepaid Plan ની વેલિડિટી 365 દિવસ મળે છે. પરંતુ હવે કંપનીએ ન્યૂ યર ઓફર હેઠળ તેમાં 23 દિવસનો વધારો કરી દીધો છે. 

Jio ની શાનદાર ન્યૂયર ઓફર, માત્ર 2999 રૂપિયામાં 388 દિવસની વેલિડિટી, દરરોજ 2.5GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

નવી દિલ્હીઃ Jio એ નવો પ્લાન લોન્ચ કરી દીધો છે. New Year પર આ સ્પેશિયલ પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. હવે Jio 2999 Recharge કરાવવા પર તમને ઘણા ફાયદા મળવાના છે. આજે અમે તમને આ પ્લાનમાં મળનાર ખાસિયત વિશે જણાવી રહ્યાં છીએ, તો આવો જણાવીએ તમે કઈ રીતે રિચાર્જ કરાવી શકો છો. 

Jio 2999 Prepaid Plan ની વેલિડિટી 365 દિવસ મળે છે. પરંતુ હવે કંપનીએ તેને ન્યૂ યર પ્લાન હેઠળ 23 દિવસ વધુ કરી દીધી છે. એટલે કે રિચાર્જ કરાવવા પર કુલ 365+23 દિવસની વેલિડિટી મળવાની છે. સાથે તેમાં તમને 912.5GB Data ડેટા પણ મળશે. પ્લાનમાં તમને દરરોજ 2.5જીબી ડેટા આપવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત છે કે તમને તેમાં Unlimited Calling ની સુવિધા મળવાની છે. 

Jioનો આ Prepaid Plan 100SMS/Day ઓફર કરે છે. Jio 2023 Prepaid Plan પણ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમને 252 દિવસની વેલિડિટી મળી રહી છે. સાથે અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. તેમાં તમને 100SMS/Day મળે છે. આ પ્લાન ખરીદવા પર તમને 2.5GB/Day હિસાબે ઈન્ટરનેટ આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં કુલ 630GB Internet આપવામાં આવે છે. 

Jio 749 Prepaid Plan તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસ હોય છે. પ્લાનમાં તમને 2GB/Day પ્રમાણે ઈન્ટરનેટ આપવામાં આવે છે. સાથે તેમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પ્લાનમાં 100SMS/Day હિસાબે આપવામાં આવે છે. એટલે કે આ પ્લાનમાં ખુબ સારો લાભ મળે છે. તમે કોઈ ઓછી કિંમતનો પ્લાન સર્ચ કરી રહ્યાં છો અને અનલિમિટેડ ડેટા અને કોલિંગની ઈચ્છા હોય તો આ પ્લાન તમારા માટે સારો સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news