Flipkart Offer! સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો

Flipkart Big Saving Days સેલ ચાલુ છે.  આ દરમિયાન iPhone સેલ ટ્રેન્ડમાં છે. iPhones સેલમાં ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. વેચાણ દરમિયાન રૂ. 60,000ની કિંમતનો iPhone માત્ર રૂ. 18,000માં ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કયો iPhone અને કેવી રીતે સસ્તામાં ખરીદી શકાય છે….

Flipkart Offer! સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો

Flipkart Big Saving Days 2023: ફ્લિપકાર્ટ (Flipkart)પર બિગ સેવિંગ ડેઝ શરૂ થઈ ગયા છે. આ સેલ 15 જાન્યુઆરીથી શરૂ થયો હતો, જે 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. iPhone સેલ દરમિયાન ટ્રેન્ડમાં છે. iPhones સેલમાં ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. વેચાણ દરમિયાન, રૂ. 60,000ની કિંમતનો iPhone માત્ર રૂ. 18,000માં ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કયો iPhone અને કેવી રીતે સસ્તામાં ખરીદી શકાય છે…

iPhone 12 mini ની લોન્ચિંગ કિંમત 59,900 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ પર 38,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે ફોન પર લગભગ 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પછી ઘણી બેંક અને એક્સચેન્જ ઑફર્સ છે, જેના કારણે ફોનની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

જો તમે iPhone 12 mini મિની ખરીદવા માટે ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જે પછી ફોનની કિંમત 37,999 રૂપિયા થશે.

Flipkart Big Saving Days: iPhone 12 mini Exchange Offer
iPhone 12 mini પર 20 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરો છો તો તમને આટલી બધી છૂટ મળશે. પરંતુ 20 હજારની છૂટ ત્યારે જ મળશે જ્યારે તમારો જૂનો ફોન સારી સ્થિતિમાં હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે સંપૂર્ણ છૂટ મેળવવાનું મેનેજ કરો છો, તો ફોનની કિંમત 17,999 રૂપિયા હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news