ભારતમાં કેટલી હશે iPhone 15 ની કિંમત? અહીં જાણો ફટાફટ

iPhone 15 સિરીઝ આજે લોન્ચ થવા જઈ રહી છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે ભારતમાં નવા iPhonesની કિંમત શું હશે. લીક્સે તમામ ચાર મોડલની કિંમત અંગે સંકેત આપ્યા છે. ચાલો જાણીએ કે ભારતમાં આ મોડલ્સ કેટલામાં વેચાશે... 

ભારતમાં કેટલી હશે iPhone 15 ની કિંમત? અહીં જાણો ફટાફટ

Apple આજે એટલે કે 12 સપ્ટેમ્બરે વન્ડરલસ્ટ ઇવેન્ટમાં iPhone 15 સિરીઝની જાહેરાત કરશે. આ ઇવેન્ટ ભારતમાં રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. દરેક લોકો iPhone 15ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેકના મનમાં સવાલ છે કે એપલ આ વખતે નવું શું કરવા જઈ રહી છે. પરંતુ એક ટેન્શન એ પણ છે કે ભાવ વધુ ન હોઈ શકે. કિંમત એપલ ઇવેન્ટમાં જ જાહેર કરવામાં આવશે. પરંતુ લીક્સથી અંદાજો લગાવી શકાય છે કે શું આશા રાખી શકાય. લીક્સે તમામ ચાર મોડલની કિંમત અંગે સંકેત આપ્યા છે. ચાલો જાણીએ કે ભારતમાં આ મોડલ્સ કેટલામાં વેચી શકાય છે...

iPhone 15, Plus, Pro, Pro Max expected India price
iPhone 15 અને iPhone 15 Plus ની કિંમતો અંગે કેટલીક અનિશ્ચિતતા છે. કેટલાક લીક્સથી ખબર પડે છે કે તેઓ તેમની વર્તમાન કિંમતો પર રહેશે, જ્યારે અન્ય દાવો કરે છે કે તેઓ થોડી વધી શકે છે. જો Apple હાલની પ્રાઇઝિંગ સ્ટેટઝી પર યથાવત રહે છે, તો અમે iPhone 15 તેની સામાન્ય કિંમત 79,900 રૂપિયાથી શરૂ થવાની અપેક્ષા રાખી શકીએ છીએ. iPhone 15 Plusની કિંમત 89,900 રૂપિયા રહી શકે છે. જો કે, એ યાદ રાખવું અગત્યનું છે કે આ માત્ર અંદાજો છે. સત્તાવાર કિંમતોની જાહેરાત ત્યાં સુધી કરવામાં નહી આવે જ્યાં સુધી  Apple iPhone 15 ને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં ન આવે. 

iPhone 15 Pro Expected Price
iPhone 15 Pro અને Pro Maxની કિંમતોમાં ભારે વધારો થવાની સંભાવના છે. કેટલાક લીક્સથી ખબર પડે છે કે પ્રો મોડલની કિંમતમાં $100 અને પ્રો મેક્સની કિંમતમાં $200નો વધારો થઈ શકે છે. યુએસ માર્કેટમાં, iPhone 15 Pro ની કિંમત $999 (રૂ. 82,900) થી વધીને $1,099 (રૂ. 91,200) થઇ શકે છે. પરંતુ અમેરિકન બજારની સરખામણીએ ભારતીય બજારમાં ફોન થોડા વધુ મોંઘા વેચાય છે.

ભારતમાં iPhone 14 Proની કિંમત US $999 (અંદાજે રૂ. 82,900)ના આધારે 99,900 રૂપિયા હોવી જોઈએ. જો કે, કસ્ટમ ડ્યુટી અને બ્રાન્ડ વેલ્યુ સહિત અન્ય વિવિધ પરિબળોને કારણે, Apple એ ભારતમાં iPhone 14 Proને રૂ. 1,29,900 ની કિંમતે લોન્ચ કર્યો. લીક દર્શાવે છે કે iPhone 15 Proની કિંમત 1,29,900 રૂપિયાથી વધીને 1,39,900 રૂપિયા થઈ શકે છે. આ વધારો રૂ. 10,000નો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 7.8 ટકાનો વધારો છે.

iPhone 15 Pro Max Expected Price
અફવાઓથી ખબર પડે છે કે iPhone 15 Pro Maxની કિંમત ગયા વર્ષના $1,099 (અંદાજે રૂ. 91,200) થી વધીને $1,299 (અંદાજે રૂ. 1,08,000) થઈ શકે છે. જો Apple આ કિંમતના વલણને અનુસરે છે, તો ભારતમાં iPhone 15 Pro Maxની કિંમત 1,39,900 રૂપિયાથી વધીને 1,59,900 રૂપિયા થઈ શકે છે. આ વધારો 20,000 રૂપિયાનો છે. પરંતુ આ માત્ર અફવા છે, તેથી અમારે લોન્ચ સુધી રાહ જોવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news