iPhone 13 હશે સૌથી સ્લિમ Smartphone, જાણો શું છે Appleની પ્લાનિંગ

ટેક સાઈટ Mac Otakaraના જણાવ્યા અનુસાર iPhone 13ની ડિઝાઈન જુના તમામ હેન્ડસેટ્સથી સારી હશે. Apple તેમના નવા સ્માર્ટ ફોનની ડિઝાઈન પર ખુબજ જોર આપી રહી છે

iPhone 13 હશે સૌથી સ્લિમ Smartphone, જાણો શું છે Appleની પ્લાનિંગ

નવી દિલ્હી: હજુ નવા iPhone 12ને લોન્ચ થયા 6 મહિના પણ પૂરા થયા નથી પરંતુ નવા હેન્ડસેટની વાત થવા લાગી છે. ટેક દિગ્ગજ કંપની Apple આ વર્ષે iPhone 13 લોન્ચ કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, iPhone 13 અત્યારસુધીનો સૌથી Slim Smartphone હશે. જાણો શું નવું હોઈ શકે છે iPhone 13માં...

સૌથી સ્લિમ iPhone
ટેક સાઈટ Mac Otakaraના જણાવ્યા અનુસાર iPhone 13ની ડિઝાઈન જુના તમામ હેન્ડસેટ્સથી સારી હશે. Apple તેમના નવા સ્માર્ટ ફોનની ડિઝાઈન પર ખુબજ જોર આપી રહી છે. નવો iPhone 13 ખુબજ Slim હશે. સાથે જ તેની edgeની વાત કરીએ તો તે 0.26mm હોઈ શકે છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, iPhone 12 સરખામણીએ iPhone 13માં દમદાર બેટરી હશે.

ફ્રન્ટ સ્પીકરને હટાવવામાં આવશે
પ્રાપ્ત જાણકારી અનુસાર નવા iPhone 13માં ફ્રન્ટ સ્પીકર હટાવવામાં આવી શકે છે. અત્યાર સુઘી Apple તેમના તમામ હેન્ડસેટ્સમાં એક ફ્રન્ટ સ્પીકર આપે છે. સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે, એપલ તેમના નવા iPhone 13માં રિયર કેમેરો પણ બદલવાની યોજના બનાવી રહ્યું છે. જો કે, આ તમામ વાતો પર એપલે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

અપડેટ થશે કેમેરા લેન્સ
મીડિયા રિપોર્ટ અનુસાર Apple તેમના નવા iPhone 13 હેન્ડસેટ માટે કેમેરા લેન્સ પણ બદલવાની છે. કંપની હાલ Sunny Optical, Largan અને Genius Electronic Optical સાથે વાતચીત કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news