Instagram ના આ નવા feature વિશે શું તમે જાણો છો? જેનાથી યૂઝર્સને થઈ જશે મોટી રાહત
ઇન્સ્ટાગ્રામે અપશબ્દોવાળા મેસેજને હટાવી દેવા માટે એક ખાસ ટૂલ બનાવ્યું. જેમા પોસ્ટ અપલોડ કર્યા સમયે એબ્યુસિવ કર્સન્ટ્સનો ડર હમેશા બન્યો રહે છે. તેના માટે ઇન્સ્ટાગ્રામે કાઢી નાખ્યો છે રસ્તો.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઇન્સ્ટાગ્રામે અપશબ્દોવાળા મેસેજને હટાવી દેવા માટે એક ખાસ ટૂલ બનાવ્યું. જેમા પોસ્ટ અપલોડ કર્યા સમયે એબ્યુસિવ કર્સન્ટ્સનો ડર હમેશા બન્યો રહે છે. તેના માટે ઇન્સ્ટાગ્રામે કાઢી નાખ્યો છે રસ્તો. એબ્યુસિવ મેસેજ એ કોમેન્ટ હોય છે જે માત્ર અશોભનીય હોય છે. કયારેક કોઈ પોસ્ટને હેટ સ્પીચ (Hate speech) પણ કરી નાખતા હોય છે. પણ ફોટો શૅર માટે એપ ઇન્સ્ટાગ્રામે આ પર મોટો નિર્ણય કર્યો. Hidden Words નામના ડેડિકેટેડ સેક્શનમાં જઈને તમે એબ્યુસિવ મેસેજને ડિલીટ કરી શકશો.
જેના પછી લોકો તમારી પોસ્ટને એબ્યુસિવ મેસેજ નહીં કરી શકે. અવાર-નવાર ઇન્સ્ટાગ્રામમાં અપ-શબ્દો વાળા મેસેજથી લોકો હેરાન થતા હોય છે. ઇન્સ્ટાગ્રામમાં DM સેક્શનના ફોલ્ડરને આઉટ કરી નાખવામાં આવ્યો છે. નવા ફિચરને લોકોની પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું..
તમે કાઢી શકશો સારા ન લગાતા શબ્દોને
સારી વાત એ છે ઇન્સ્ટાગ્રામે અપ-શબ્દોની એક સૂચિ બનાવી છે. અને આ સૂચિની મદદથી તમારા પોસ્ટ પર આવા કોઈ પણ અપ-શબ્દોનો પ્રયોગ થઈ શકશે નહીં. ઇન્સ્ટાગ્રામમાં આ નવા ટૂલને તૈયાર કરવા માટે એન્ટિ-ડિસ્ક્રિમિનેશન અને એન્ટિ બુલિંગ આર્ગેનિઝેશનની મદદ લેવામા આવી.
આ નવા ટૂલને આવી રીતે કરી શકો છો એક્ટિવ
ઇન્સ્ટાગ્રામમાં જઈને પ્રાઈવેસી સેટિંગમાં તમારે જવાનું રહેશે. એમાં Hidden Words નામના ડેડિકેટેડ સેક્શનમાં જવાનું રહેશે. ઇન્સ્ટાગ્રામ પર જેમ કોમેન્ટના ફિલ્ટરને આઉટ કરવામાં આવે છે. તેમ જ આ પમ કામ કરશે.ઇન્સ્ટાગ્રામ પર તમે આને ખાલી ઓન કરવાનું રહેશે. જેથી અપ-શબ્દો વાળા મેસેજ કોમેન્ટ પરથી આમા જતા રહેશે. અને પછી તમે Hidden Requests પર જઈને તેને ડિલિટ કરી શકશો. ઇન્સ્ટાગ્રામ આવા મેસેજને માર્ક કરીને રાખશે જેથી તમે તેને જોઈના શકો. તમે ત્યાંથી તેને વાચી શકશો, ડિલીટ કે તેનો રિપોર્ટ પણ કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે