TikTok પર પ્રતિબંધ મૂકાતા જ આ ભારતીય એપને થયો બમ્પર ફાયદો, ખુબ થાય છે ડાઉનલોડ
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટિકટોક, હેલો સહિતની 59 ચાઈનીઝ એપ પર સોમવારે પ્રતિબંધ મૂકી દીધો જેનો સીધો ફાયદો હવે મેડ ઈન ઈન્ડિયા એપ્સને મળતો જોવા મળી રહ્યો છે. તાજુ ઉદાહરણ સોમવારે રાતે જ જોવા મળી ગયું. Chingari App કે જેને ટિકટોકનું ઈન્ડિયન વર્ઝન કહેવામાં આવે છે તેને ટિકટોક પર પ્રતિબંધ મૂકાતા જ જબરદસ્ત ફાયદો થયો છે.
Trending Photos
બેંગ્લુરુ: રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટિકટોક, હેલો સહિતની 59 ચાઈનીઝ એપ પર સોમવારે પ્રતિબંધ મૂકી દીધો જેનો સીધો ફાયદો હવે મેડ ઈન ઈન્ડિયા એપ્સને મળતો જોવા મળી રહ્યો છે. તાજુ ઉદાહરણ સોમવારે રાતે જ જોવા મળી ગયું. Chingari App કે જેને ટિકટોકનું ઈન્ડિયન વર્ઝન કહેવામાં આવે છે તેને ટિકટોક પર પ્રતિબંધ મૂકાતા જ જબરદસ્ત ફાયદો થયો છે. સોમવાર રાતથી બપોર સુધીમાં લગભગ 30 લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરી લીધી હતી. એટલે સુધી કે દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આ એપને ડાઉનલોડ કરી છે.
આનંદ મહિન્દ્રા પણ બન્યા તેના ચાહક
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટિકટોકનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. પરંતુ આ દેસી એપનું સમર્થન કરતા તેમણે તેને ડાઉનલોડ કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'તમને વધુ તાકાત આપુ છું.'
મળે છે આ ફિચર્સ
ચિંગારી યૂઝર્સને વીડિયો ડાઉનલોડ કરતા અને અપલોડ કરવા બદલ, મિત્રો સાથે ચેટ કરવા, નવા લોકો સાથે વાતચીત કરવા, મટિરિયલ શેર કરવા અને ફીડના માધ્યમથી બ્રાઉઝ કરવાની મંજૂરી આપે છે. એપ્લિકેશન અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તામિલ અને તેલુગુ ભાષામાં ઉપલબ્ધ છે.
અત્રે જણાવવાનું કે ચિંગારી એપ ગૂગલ પ્લે સ્ટોર રેટિંગની વાત કરીએ તો તેને 5માંથી 4.7 સ્ટાર્સ મળેલા છે. ટિકટોક જેવા શોર્ટ વીડિયો અને ઓડિયો જેના પર શેર કરાય છે તે Chinagari App ને બેંગ્લુરુ સ્થિત બે પ્રોગ્રામર્સે બનાવેલી છે. જેમનું નામ બિશ્વાત્મા નાયક અને સિદ્ધાર્થ ગૌતમ છે. આ એપ સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર નવેમ્બર 2018માં જોવા મળી હતી. જો કે તેની એન્ટ્રી આઈઓએસ પર જાન્યુઆરી 2019માં થઈ હતી. આ એપ ડાઉનલોડ મફત છે અને તેનો ઈન્ટરફેસ મોટાભાગે ટિકટોક જેવો જ છે.
હાલ ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ ટોચના સ્થાને દોડી રહી છે.બિશ્વાત્મા નાયકે કહ્યું કે ભારતીયોને હાલના સમયમાં દેસી ટિકટોક પ્લેટફોર્મની જરૂર હતી, આથી અમે તેમની અપેક્ષા પર ખરા ઉતરવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ. ચિંગારી એપ એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહી છે. અનેક રોકાણકારો અમારી એપમાં રસ દાખવી રહ્યાં છે. અમે આ પ્લેટફોર્મની સમાજ માટે મફત સેવા આપીશું.
ચિંગારી એપ ઉપરાંત ચીન વિરોધી ભાવનાઓનો ફાયદો અન્ય એક એપને મળી રહ્યો છે તે છે મિત્રો એપ. જે ઉપયોગમાં બિલકુલ ટિકટોક જેવી જ છે.
અત્રે જણાવવાનું કે પૂર્વ લદાખમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંલગ્ન 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારે આ એપ્સને સુરક્ષા કારણોસર જોખમી ગણાવી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ આ એપ્સ એવી ગતિવિધિઓમાં સામેલ છે જે ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી છે.
આ 59 એપ્સ પર ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ...જુઓ લિસ્ટ
1. ટિકટોક (TikTok)
2. શેર ઈટ(Shareit)
3. કેવઈ (Kwai)
4. યુસી બ્રાઉઝર (UC Browser)
5. બૈડુ મેપ (Baidu map)
6. શીન (Shein)
7. ક્લેશ ઓફ કિંગ Clash of Kings)
8. ડીયુ બેટરી સેવર (DU battery saver)
9. હેલો (Helo)
10. લાઈક (Likee)
11. યુકેમ મેકઅપ ( YouCam makeup)
12. એમઆઈ કમ્યુનિટી ( Mi Community)
13. સીએમ બ્રાઉઝર(CM Browers)
14. વાયરસ ક્લિનર (Virus Cleaner)
15. એપીયુએસ બ્રાઉઝર (APUS Browser)
16. રોમવે (ROMWE)
17. ક્લબ ફેક્ટરી (Club Factory)
18. ન્યૂઝ ડોગ (Newsdog)
19. બ્યૂટી પ્લસ (Beutry Plus)
20. વીચેટ (WeChat)
21. યૂસી ન્યૂઝ (UC News)
22. ક્યુ ક્યુ મેઈલ (QQ Mail)
23. વીબો (Weibo)
24. ઝેન્ડર(Xender)
25. ક્યુ ક્યુ મ્યુઝિક (QQ Music)
26. ક્યુ ક્યુ ન્યૂઝફિડ (QQ Newsfeed)
27. બીગો લાઈવ (Bigo Live)
28. સેલ્ફી સીટી (SelfieCity)
29. મેઈલ માસ્ટર (Mail Master)
30. પેરલર સ્પેસ (Parallel Space)
31. એમઆઈ વીડિયો કોલ-શાઓમી (Mi Video Call – Xiaomi)
32. વીસાઈન (WeSync)
33. ઈએસ ફાઈલ એક્સપ્લોરર (ES File Explorer)
34. વીવા વીડિયો (Viva Video),
35. મીઈટુ (Meitu)
36. વીગો વીડિયો ( Vigo Video)
37. ન્યૂ વીડિયો સ્ટેટસ (New Video Status)
38. ડીયુ રેકોર્ડર (DU Recorder)
39. વોલ્ટ હાઈડ (Vault- Hide)
40. કેચે ક્લિનર ડીયુ એપ સ્ટુડિયો (Cache Cleaner DU App studio)
41. ડીયુ ક્લિનર (DU Cleaner)
42. ડીયુ બ્રાઉઝર (DU Browser)
43. હગો પ્લે વિથ ન્યૂ ફ્રેન્ડ્સ (Hago Play With New Friends)
44. કેમ સ્કેનર (Cam Scanner)
45. ક્લિન માસ્ટર ચીતા મોબાઈલ (Clean Master – Cheetah Mobile)
46. વંડર કેમેરા (Wonder Camera)
47. ફોટો વંડર (Photo Wonder)
48. ક્યુ ક્યુ પ્લેયર(QQ Player)
49. વી મીટ (We Meet)
50. સ્વીટ સેલ્ફી (Sweet Selfie)
51. બૈડુ ટ્રાન્સલેટ (Baidu Translate)
52. વી મેટ (Vmate)
53. ક્યુ ક્યુ ઈન્ટરનેશનલ (QQ International)
54. ક્યુ ક્યુ સિક્યુરિટી સેન્ટર (QQ Security Center)
55. ક્યુ કર્યુ લોન્ચર (QQ Launcher)
56. યુ વીડિયો (U Video)
57. વી ફ્લાય સ્ટેટસ વીડિયો ( V fly Status Video)
58. મોબાઈલ લેજેન્ડ્સ (Mobile Legends)
59. ડીયુ પ્રાયવસી ( DU Privacy)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે