બહુ કામની છે આ સરકારી વેબસાઈટ, મોબાઈલ ચોરી થયા પર સૌથી પહેલા કામ આવશે
How to Block Stolen Mobile : મોબાઈલ ચોરી થવા પર કે ગુમ થવા પર સૌથી પહેલા પહેલા તેને બ્લોક કરવાનું કામ કરો, જેથી ચોરનાર વ્યક્તિ તેને ઓપરેટ નહિ કરી શકે
Trending Photos
How to Block Stolen Mobile : મોબાઈલ ચોરી થવો કે ખોવાઈ જવો સામાન્ય ઘટનાઓ બની ગઈ છે. આવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે, મોબાઈલ આજના સમયમાં આપણા માટે ફરતુ વોલેટ છે. મોબાઈલ ચોરી થવા પર આપણો તમામ ડેટા ખતરામાં આવી જાય છે. બેંક એપ્લિકેશન અને વોલેટને કારણે બેંકમાં રાખેલા રૂપિયા પણ ખતરામાં આવી જાય છે. આવામાં અમે તમને એક એવી વેબસાઈટ વિશે બતાવવા જઈ રહ્યાં છે, જેના પર લોગઈન કરીને તમે તમારા ચોરી થયેલા મોબાઈલને સરળતાથી બ્લોક કરી શકો છો. જો મોબાઈલ મળી જાય તો આ સાઈટ પર જઈને ફરીથી અનબ્લોક કરી શકાય છે.
જો તમારો ફોન ચોરાઈ જાય છે, કે ખોવાઈ જાય છે તો સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરવી જોઈએ. ફરિયાદ દાખલ કરવા પર તમને ફરિયાદ નંબર એટલે કે Police Complaint Number મળશે. જેની તમને આગળ જઈને જરૂર પડશે.
CEIR વેબસાઈટ પર જાઓ
પોલીસમાં ફરિયાદ કરાવો અને ફરિયાદ નંબર લીધા બાદ તમને CEIR વેબસાઈટ પર જવાનું રહેશે. તે ચાહો તો સર્ચ એન્જિનમાં જઈને CEIR સર્ચ કરી શકો છો. તો સીધા બ્રાઉઝર માં www.ceir.gov.in ટાઈપ કરીને વેબસાીટપ ર જઈ શકો છો.
આ ટેબનું ધ્યાન રાખો
CEIR વેબસાઈટ પર ગયા બાદ તમને ત્રણ ટેબ દેખાશે. આ ઉપરાંત અહીં તમારા મોબાઈલને લઈને અનેક માહિતી આપવામા આવી છે, જેન ઉપયોગ કરીને તમે ફ્રોડથી બચી શકો છો.
ત્રણ ટેબની કહાની
વેબસાઈટ પર તમને ત્રણ ટેબ દેખાશે. જેમાંથી એક Block StolenLost Mobile ટેબ છે, બીજો UnBlock Found Mobile અને ત્રીજો ટેબ Check Request Status નામથી હશે.
આવી રીતે બ્લોક કરો
જો તમને તમારો મોબાઈલ બ્લોક કરવો છે તો Block StolenLost Mobile ટેબ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારી સામે એક આખું ફોર્મ ખુલી જશે. જેના પર તમારે તમારો ફોન નંબર, IMEI નંબર, ફોનની બ્રાન્ડ, ફોનનું નામ, ફોનનું બિલ, ક્યાં ચોરાયો કે ગુમ થયો હતો તેની માહિતી, પોલીસ કમ્પ્લેઈન નંબર અને તમારી કેટલીક માહિતી ભરવાની રહેશે.
ચોર માટે બેકાર બનશે ફોન
તમામ માહિતી ભર્યા બાદ તમારે એક અન્ય મોબાઈલ નંબર પર ઓટીપી મંગાવવાનો રહેશે. જેને ભર્યા બાદ અને ડિકલેરેશન ચેક કર્યા બાદ તમારે સબમિટ કરવાનું રહેશે. આ સાથે જ તમારો ચોરી થયેલો કે ગુમ થયેલો મોબાઈલ બ્લોક થઈ જશે. તે ચોર માટે પણ કોઈ કામમાં નહિ આવે.
ફોન બ્લોક થયા બાદ શું થાય છે
જો આ રીતે તમે તમારો ફોન બ્લોક કરવાની રિકવેસ્ટ મોકલો છો, તો આગામી 24 કલાકની અંદર તમારો ગુમ થયેલો ફોન બંધ થઈ જશે. હવે ચોર કોઈ પણ દેશના નેટવર્કનો ઉપયોગ નહિ કરી શકે. પરંતુ પોલીસ સરળતાથી તમારો ખોવાયેલો ફોન હવે ટ્રેસ કરી શકે છે.
સ્ટેટસ ચેક કરો
જો તમે જાણવા માંગો છો કે તમે જે ફોનને બ્લોક કરાવ્યો હતો, તેનું સ્ટેટસ શું છે, તો તમારે Check Request Status ટેપ પર ક્લિક કરવાનું રહેશે. તેના બાદ તમારે રિકવેસ્ટ આઈડી ભરીને સબમિટ કરવાનું રહેશે. તમને ફોનના સ્ટેટસ સાથે જોડાયેલી તમામ માહિતી મળી જશે.
અનબ્લોક પણ થશે
જો તમારો ફોન મળી જાય છે તો UnBlock Found Mobile ટેબના મેનુમાં જાઓ. તમને એક ફોર્મ આવશે. તેને ભરવાથી તમારો ફોન અનબ્લોક થઈ જશે. ફોન બ્લોક કરતા સમયે મળેલી રિકવેસ્ટ આઈડી, પહેલા વાળો ફોન નંબર, અનબ્લોક કરવાનું કારમ અને ઓટીપી વગેરે ભરીન તમારે ફોર્મ સબમિટ કરવાનુ રહેશે. આ રીતે તમારો ફોન અનબ્લોક થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે