Disadvantages Of Mobile: જો તમે રાતે સૂતા પહેલા મોબાઇલનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન....થાય છે આટલા નુક્સાન
જ્યારથી સ્માર્ટફોન એટલે કે મોબાઇલ આપણા હાથમાં આવ્યા છે. દિવસ હોય કે રાત આપણે મોબાઇલ પર ચીપકેલા રહીએ છીએ ત્યાં સુધી કે કલાકો મોબાઇલ પર નીકળી જાય ખબર પણ નથી રહેતી. પણ જો તમે રાત્રે સુતા પહેલા પણ મોબાઇલ વાપરો છો તો તે તમારા માટે ખતરનાક સાબીત થઇ શકે છે.. અને તમને કરી શકે છે બીમાર...
Trending Photos
જ્યારથી સ્માર્ટફોન એટલે કે મોબાઇલ આપણા હાથમાં આવ્યા છે. દિવસ હોય કે રાત આપણે મોબાઇલ પર ચીપકેલા રહીએ છીએ ત્યાં સુધી કે કલાકો મોબાઇલ પર નીકળી જાય ખબર પણ નથી રહેતી. પણ જો તમે રાત્રે સુતા પહેલા પણ મોબાઇલ વાપરો છો તો તે તમારા માટે ખતરનાક સાબીત થઇ શકે છે.. અને તમને કરી શકે છે બીમાર...
સ્માર્ટ ફોન આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. એક એવી વસ્તુ જે સૌથી નજીક રહે છે. સવારે ઉઠતાની સાથે મોબાઇલથી લઇને રાત્રે સુવા પહેલા પણ કલાકો મોબાઇલ ફોન પર વિતાવતા હોઇએ છીએ.. પણ આપના તમામ કામ સરળ બનાવતા મોબાઇલની આ લત તમારા સ્વાસ્થ્ય પર પણ એટલી જ અસર પાડે છે.. અને તેમા પણ તે લોકો માટે વધારે હાનીકારક બની રહે છે જેઓ રાત્રે સુતા પહેલા લાઇટ બંધ કરીને લાંબા સમય સુધી મોબાઇલમાં લાગેલા રહે છે.
એક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે જો તમે રાત્રે સુતા પહેલા મોબાઇળ ફોનનો ઉપયોગ કરો છો તો તેની સીધી અસર તમારી ઉંઘ પર પડે છે. રાત્રે મોબાઇલના ઉપયોગ કરતાં લોકો સામાન્ય વ્યક્તિ કરતાં ઓછી નિંદ લે છે. એક સ્ટડી અનુસાર જો કોઇ વ્યક્તિ રાત્રે સુતા પહેલા કોઇ બુક રીડ કરે છે અને અન્ય વ્યક્તિ મોબાઇલ વાપરે છે તે મોબાઇલ વાળા વ્યક્તિને ઉંછ ઓછી આવે છે.
હવે ઉંઘ ઓછી આવવાથી શું થાય. સ્વાભાવીક રીતે ઉંઘની ઘટથી વ્યક્તિના મગજને આરામ ઓછો મળશે. જેની વ્યક્તિની એકાગ્રતાની ક્ષમતા ઘટે છે. ફોકસની કમીના કારણે કાર્યક્ષમતા ઘટે છે. અને તેનાથી યાદશક્તિ પણ ઓછી થાય છે. અને હાલ ખાસ કરીને યુવાઓને આ સમસ્યા ખુબ પરેસાન કરી રહી છે. મોબાઇલમાંથી નિકળતા વાદળી રેયસ આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. તેમાં પણ જ્યારે રાત્રી દરમીયાન અંધારામાં મોબાઇલ દેખીએ ત્યારે મોબાઇલની આ વાદળી કિરણો.. આંખો માટે વધુ ખતરનાક બની રહે છે. એક અધ્યયન પ્રમાણે જો કોઇ સ્માર્ટફોન યુઝર રાત્રે બિસ્તર પર સુઇને 30 મિનિટ સુધી પોતાની આંખો ફોનની સ્ક્રિન પર ટકાવી રાખે છે.. તો અંધ બની શકે છે. આ વિષયમાં એક્સપર્ટ ડોક્ટરનું કહેવુ છે કે જો આપ કોઇ સ્માર્ટફોનનો ઉપયોગ રાત્રે કરો છો તો તેની સ્ક્રિનની બ્રાઇટનેસ મીનીમમ રાખવી.. જેથી આપની આંખોને વધુ સ્ટ્રેસ ના પડે..
અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી શરીરમાં મેલાટોનિનનું લેવલ પણ ઘટે છે. મેલાટોનિન હોર્મોનને સ્લીપ હોર્મોન પણ કહે છે. એટલે જો આ હોર્મોનનું પ્રમાણ ઘટવાથી લોકોને સારી ઉંઘ નથી આવતી.. સવારે મોડા સુધી ઉંઘવા છતાં દીવસ દરમીયાન સ્ફુર્તિ મહેસુસ નથી કરી શકતા. શરીરની પ્રતિકારક શક્તિ ઘટે છે. શરીરમાં તણાવ, સ્ટ્રેસ અને જલ્દીથી થાકી જવાની સમસ્યાઓ તેમજ યાદદાશ્ત ઓછી થવાની સમસ્યા પણ થઇ શકે છે.
રાતના અંધારામાં જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ 30 મિનિટ કે તેથી વધુ સમય માટે કરો છો તો તમારી આંખો સુકાવા લાગે છે જેનાથી આંખના રેટીના પર તો ખરાબ અસર થાય જ છે પણ મગજ પર પણ નુકસાન પહોંચાડે છે.
મહત્વનું છે લોકડાઉનમાં રાત્રે ફોનનું ઉપયોગ વધ્યો છે. કોરોના સંક્રમણ દરમીયાન 16થી 24 વર્ષના આશરે 60 ટકા લોકો પ્રભાવીત થયા છે. હવે તમને ખબર પડી ગઇ હશે કે અમે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની કેમ ના પાડીએ છીએ. રાત્રે મોબાઇલ વાપરાથી દુર રહો અને તમારી આંખોને સુરક્ષિત રાખો.
બચવા શું કરવુ..
એટલે જ આપણે ક્યારેય રાતના અંધારામાં મોબાઇલનો ઉપયોગ ન કરવો જોઇએ.. જે રીતે રાત્રે રીડીંગ કરતી વખતે લાઇટની જરૂર પડે છે તે જ રીતે સ્માર્ટફોનમાં કોઇ પણ કામ કરતા સમયે જો મોબાઇલની સ્ક્રિન તમારા આંખોના સંપર્કમાં આવી રહી છે તો આસપાસ લાઇટ હોવા જરુરી છે. એટલે કે જો તમે સુતા પહેલા ફોનની આદત છે તો તમારી ભલાઇ એમા જ છે કે તમે તમારી આદત બદલી દો. એટલે કે મોબાઇલના ફાયદા છે તો તેના સાઇડ ઇફેક્ટ પણ તેટલા જ છે. જે ધીમે ધીમે અસર કરે છે. ત્યાં સુધી કે અમેરિકા જેવા દેશોમાં લોકો હવે મોબાઇલથી દુરી બનાવવા લાગ્યા છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે