જોરદાર સેફ્ટી ફિચર્સ સાથે બજારમાં આવી ગઈ Hyundai Creta, જાણો SUV કારની શું છે કિંમત

Hyundai Cretaના આ નવા અપડેટેડ વર્ઝનમાં કંપનીએ માત્ર નવા સેફ્ટી ફિસર્સ જ સામેલ કર્યા છે. તે સિવાય એન્જિન, મેકેનિઝમ વગેરે પહેલા જેવા જ છે. તો કંપનીએ Alcazarને પણ નવા ફિસર્સ સાથે અપડેટ કરી છે. 

જોરદાર સેફ્ટી ફિચર્સ સાથે બજારમાં આવી ગઈ Hyundai Creta, જાણો SUV કારની શું છે કિંમત

નવી દિલ્હીઃ Hyundai મોટર ઈન્ડિયાએ આજે પોતાના નવા SUV લાઈનઅપને અપડેટ કરતા નવી Hyundai Cretaને બજારમાં મુકી છે. આ SUV કારમાં કંપનીએ અમુક નવા સેફ્ટી ફિચર્સ સામેલ કર્યા છે. જેના કારણે હવે આ કાર પહેલાથી પણ વધારે સુરક્ષિત બની ચુકી છે. તો નવા અપડેટ આવવાના કારણે આ SUV પહેલા કરતા વધારે મોંઘી પણ થઈ ગઈ છે. 

આ નવી કારની એન્ટ્રી લેવલ કિંમત 10.84 લાખ રૂપિયા અને ટોપ મોડલની કિંમત 19.13 લાખ રૂપિયા નક્કી કરાઈ છે. એટલે કે આ કારની પેટ્રોલ વેરિયન્ટ કિંમત અંદાજે 20 હજાર રૂપિયા અને ડીઝલ વેરિયન્ટમાં 45 હજાર રૂપિયા વધી ગયા છે. 

Hyundai Cretaમાં કંપનીએ માત્ર નવા ફીચર્સ સામેલ કર્યા છે. તે સિવાય આ SUVમાં બીજા કોઈપણ પ્રકારના ફેરફાર કરાયા નથી. આ 5 સીટર SUV પહેલાની જેમ 1.5 લિટર ચાર સિલેન્ડર પેટ્રોલ ઈંન્જન, 1.5 લિટર નેચરલ એસ્પાયર્ડ ચાર સિલેન્ડર ડીઝલ અને 1.4 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે જ આવે છે.  

નવી કારમાં સમાવેલા ફીચર્સ
6 એરબેગ (ચાલક, યાત્રી, સાઈડ અને પરદા)
ઈલેક્ટ્રોનિક સ્ટૈબિલિટી કંટ્રોલ (ESC)
વ્હીકલ સ્ટૈબિલિટી મેનેજમેન્ટ (VSM)
હિલ સ્ટાર્ટ અસિસ્ટ કંટ્રોલ (HAC)
રિયર ડિસ્ક બ્રેક
સીટબેલ્ટ હાઈટ એડજસ્ટમેન્ટ
ISOFIX ચાઈલ્ડ એન્કર

કંપનીએ Hyundai Alcazar પણ અપડેટ કરી છે. આ SUVમાં પણ નવા સેફ્ટી ફીચર્સ ઉમેરાયા છે. નવા અપડેટ પછી આ SUVની કિંમત 16.10 લાખ રૂપિયાથી શરૂ કરીને ટોપ મોડલની કિંમત 20.85 લાખ સુધીની છે. આ મિડ સાઈઝ SUV 6 અને 7 સીટર લેઆઉટમાં કુલ 3 વેરિયન્ટ પ્રેસ્ટીઝ, પ્લેટિનમ અને સિગ્નેચરમાં ઉપલબ્ધ છે. 

હ્યુન્ડાઈએ 2023 Alcazarમાં પણ સ્ટાન્ડર્ડ 6 એરબેગને સમાવવામાં આવ્યા છે. પહેલા ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર માટે જ સ્ટાન્ડર્ડ એરબેગ આપવામાં આવતા હતા, પરંતુ હવે સાઈડ અને કર્ટન એરબેગ પ્લેટિનમ ગ્રેડમાં આપવામાં આવે છે. આ ઉપરાંત SUVમાં ઓછું ઈંધણ વપરાય તે માટે કંપનીએ તેમાં સ્ટાર્ટ અને સ્ટોપ ફંક્શનને એક્ટિવ કરવા માટે એકીકૃત સ્ટાર્ટર જનરેટર સામેલ કર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news