Hybrid Car શું હોય છે અને કેવી રીતે કરે છે કામ? અહીં સમજો પુરી ABCD

Hybrid vs Normal Cars: ભારતમાં હાલમાં ઇલેક્ટ્રિક ગાડીઓની સાથે-સાથે હાઇબ્રિડ કાર સેગમેંટની કારો પણ ખૂબ ચર્ચામાં આવી રહી છે. આવો સમજીએ કે આખરે શું હોય છે હાઇબ્રિડ કાર અને આ કેવી રીત કામ કરે છે? 

Hybrid Car શું હોય છે અને કેવી રીતે કરે છે કામ? અહીં સમજો પુરી ABCD

How Hybrid Cars Works: હાલ ભારતમાં હાલમાં ઇલેક્ટ્રિક ગાડીઓની સાથે-સાથે હાઇબ્રિડ કાર સેગમેંટની કારો પણ ખૂબ ચર્ચામાં આવી રહી છે. મારૂતિ સુઝુકીએ પોતાની ગ્રાંડ વિટારા (Maruti Grand Vitara) અને ટોયોટોએ અર્બન ક્રૂઝર હાઇરાઇડર (Toyota Urban Cruiser Hyryder) એસયૂવીને રજૂ કરી. આ બંને જ હાઇબ્રિડ ટેક્નોલોજી પર પર કામ કરે છે અને દેશની સૌથી વધુ માઇલેજ આપનાર એસયૂવી છે. તેની માઇલેજ 28Kmpl સુધીની છે. આ ઉપરાંત Honda City, Volvo XC90, Lexus NX સહિત ઘણી બાકી ગાડીઓમાં પણ આ ફીચર મળે છે. તો આવો સમજીએ છીએ કે આખરે શું હોય છે. હાઇબ્રિડ કાર અને આ કેવી રીતે કામ કરે છે? 

Hybrid Car શું હોય છે
જોકે હાઇબ્રિડ કારમાં તમને પેટ્રોલ એન્જીન સાથે એક વધારાની ઇલેક્ટ્રિક મોટર પણ જોવા મળે છે. આ બેટરી પેક ઇંધણની ખતમ ઓછી કરે છે. જેથી કારને સારી માઇલેજ મળે છે. જોકે ખાસ વાત એ છે કે તેની બેટરીને તમારે અલગથી ચાર્જ કરવાની જરૂર નહી પડે. આ જરૂરિયાત મુજબ આપમેળે ચાર્જ થતી રહે છે. 

કેવી રીતે કરે છે કામ હાઇબ્રિડ કારો?
હાઇબ્રિડ કારોને ચલાવવામાં બે વસ્તુઓનો ઉપયોગ થાય છે, એક તો પેટ્રોલ એન્જીન તો હોય છે સાથે જ ઇલેક્ટ્રિક મોટર પણ ફીટ થાય છે. ગાડી ચલાવવા માટે જેટલું સંભવ હોય છે, બેટરીનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે વધુ પાવરની જરૂર હોય તો બેટરી ખતમ થવા લાગે છે ત્યારે આ પેટ્રોલ એન્જીન પર શિફ્ટ થઇ જાય છે. આ દરમિયાન પેટ્રોલ એન્જીન બેટરીને પણ ચાર્જ કરે છે. ખાસ વાત છે કે બેટરીથી પેટ્રોલ અને પેટ્રોલમાંથી બેટરી પર શિફ્ટ થવાની પ્રોસેસ સ્મૂધ હોય છે. અને તમને અનુભવ પણ થતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news