તમારો સ્માર્ટફોન હેક તો નથી થઈ રહ્યો ને! જાણી લેજો આ ટ્રીક નહીં તો ભરાઈ પડશો

mobile is hacked or not: એન્ડ્રોઇડ સિસ્ટમ યુઝ કરો છો તો સેટિંગ્સમાં જઇને ડેટા યુસેજમાં જઇને જોઇ શકો છો. ચેક કરો કે તમારા ફોનમાં કઇ એપ કેટલો ડેટા ખાય છે. એકવાર તમે સુનિશ્ચિત કરી લીધું કે તમારો ડેટા તમે નથી યુઝ કરતા પણ જાતે જાતે ખતમ થઇ જાય છે તો તમારે સતર્ક થઇ જવાની જરૂર છે. 

તમારો સ્માર્ટફોન હેક તો નથી થઈ રહ્યો ને! જાણી લેજો આ ટ્રીક નહીં તો ભરાઈ પડશો

How To Know Your Smartphone: ડિઝિટલ લાઇફની સમસ્યાઓ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ લઇ રહી છે. સ્માર્ટફોનમાં તો હવે પોતાના પર્સનલ ફોટોઝથી લઇ તમામ સંવેદનશીલ ડોક્યુમેન્ટ પણ મોબાઇલમાં રાખે છે. સ્માર્ટફોન લોકેશન ટ્રેક કરે છે તે આપણે બધા જાણીએ છીએ. એ તેનું ફંક્શન છે. પણ જો તમારુ આ લોકેશન સ્માર્ટફોન બીજા કોઇ ખોટા વ્યક્તિઓના હાથમાં આપી દે તો. ઘણી મુશ્કેલ થઇ શકે. હેકર્સ ઘણી વાર લોકોના ફોનને ટ્રેક કરી તેમના મેસેજ વાંચી લે છે. કોલ્સની વાતચીત સાંભળે છે. તમારા કેમેરાથી તમારા ફોટો પણ લઇ શકે છે. 

આ સમયે તમામ યુઝર માટે જરુરી છે કે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખો જેથી ખબર રહે કે તમારો ફોન ટ્રેક થાય છે કે નહી.  બેટરીનું ધ્યાન રાખો.. જો તમારા મોબાઇલની બેટરી જલ્દીથી ડ્રેઇન એટલે કે જલ્દીથી બેટરી ઉતરી જતી હોય તો તેના કેટલાય કારણ હોઇ શકે છે જેમાથી એક એ પણ છે કે તમારો ફોન ટ્રેક થઇ રહ્યો છે. એટલે તમારા ફોનમાં ઇન્સ્ટોલ્ડ એપ્સમાં જઇને ચેક કરો કે કઇ એપ તમારા ફોનની આટલી બધી બેટરી ખાઇ રહી છે.  જો કોઇ પણ એપ વધુ બેટરી ડ્રેન કરી રહી છે તો સેફ સાઇડને જોતા ફોનનો બેકઅપ લઇ ફોનને ફેક્ટરી રિસેટ કરી દો.

હોઇ શકે ફોનની બેટરી બીજા કોઇ કારણથી પણ ડ્રેન થતી હોય. આવી સ્થિતિમાં ફોન રિસેટ કરવો તે જ યોગ્ય નિર્ણય રહેશે. બીજી સૌથી જરુરી વાત એ છે કે તમારા ફોનનો ડેટા જલ્દીથી ખતમ થાય છે તો તમારા ફોનમાં માલવેર હોઇ શકે. માલવેર તમારા ફોનના ડેટા અન્ય ડિવાઇસમાં સેન્ડ કરે છે અને તે ડેટા સેન્ડ કરવા માટે ઇન્ટરનેટની જરુર પડે.

આ પણ વાંચો: ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
આ પણ વાંચો: મા લક્ષ્મી ઘરમાં કરશે પૈસાનો વરસાદ, માત્ર આ જાપથી ભરાશે ધનના ભંડાર
 
એન્ડ્રોઇડ સિસ્ટમ યુઝ કરો છો તો સેટિંગ્સમાં જઇને ડેટા યુસેજમાં જઇને જોઇ શકો છો. ચેક કરો કે તમારા ફોનમાં કઇ એપ કેટલો ડેટા ખાય છે. એકવાર તમે સુનિશ્ચિત કરી લીધું કે તમારો ડેટા તમે નથી યુઝ કરતા પણ જાતે જાતે ખતમ થઇ જાય છે તો તમારે સતર્ક થઇ જવાની જરૂર છે. 

આમ તો કેટલીય ટેકનીકલ રીતો છે જેથી એ જાણી શકાય કે તમારા ફોનમાં એવી કોઇ એપ છે જે વધુ ડેટા ખાય છે પણ એના માટે ફોનને રૂટ કરવો પડશે. જેની સલાહ અમે નથી આપતા. એના કરતાં ફોનને ફેક્ટરી રીસેટ કરવો યોગ્ય રહેશે. 

સ્માર્ટ ફોનમાં મેલવેર આવવા બાદ કેટલીય વાર એવું જોવા મળ્યું છે કે કેમરા આઇકોન ખુદથી ફ્લેસ થવા લાગે. કેટલીક વાર માઇક્રોફોન આઇકોન પણ જાતે જ દેખાવા લાગે અને માઇક્રોફોન ઓન થઇ જાય. જો તમે માઇક્રોફોન અને કેમેરા ઓન નથી કર્યો અને જાતે આ બંન્ને આઇકોન ખુલી જાય તો પણ સતર્ક થઇ જજો. બની શકો તમારા માઇક્રોફોન અને કેમરાથી તમારી જાસુસી થઇ રહી હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news