WhatsApp પરનો અગત્યનો મેસેજ Delete થઈ ગયો છે? તો ફિકર નોટ, આ Trickથી ફરી વાંચી શકાશે Delete મેસેજ
WhatsApp એક એવું ચેટિંગ પ્લેટફોર્મ છે, જેનાથી મેસેજ અને ચેટિંગમાં સરળતાથી વાચચીત થઈ શકે છે. જોકે, હજુ સુધી તેમાં એવું કોઈ ફીચર નહોંતુકે, જેનાથી આપણે એકવાર ડિલીટ કરેલો મેસેજ પણ બીજીવાર ફરી પરત મેળવીને વાંચી શકીએ. જોકે, આજે અમે આપને એક નવી Trick બતાવીશું, જેનાથી તમે ડિલીટ થયેલો WhatsApp મેસેજ પણ ફી વાંચી શકશો.
- Whatsapp પર ફરી વાંચી શકશો Delete થઈ ગયેલાં મેસેજ
એક થર્ડ પાર્ટી યૂઝર્સને પ્રોવાઈડ કરે છે આ વિશેષ સુવિધા
ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે ડિલીટ મેસેજને ફરી મેળવવા માટેની એપ
Trending Photos
નવી દિલ્લીઃ આજના સમયમાં વાતચીત માટે સૌથી વધારે વોટ્સએપ (whatsapp) નો ઉપયોગ કરવામાં આવે છે. દરેક વર્ગના લોકો માટે વોટ્સએપ કોમ્યુનિકેશન માટેનું સૌથી સરળ માધ્યમ બની ગયું છે. દુનિયાભરમાં દરેક સેક્ટરમાં લોકો whatsapp પર મિટિંગ કરતા હોય છે. લોકો એકબીજાને બર્ડ ડે, નવા વર્ષ અને સારા પ્રસંગ અંગેની શુભેચ્ચછાઓ પણ હવે વોટ્સએપ (whatsapp)ના માધ્યમથી આપે છે. દરેક માટે વોટ્સએપ એક ઈન્સ્ટંટ મેસેજિંગ એપ બની ગઈ છે. વોટ્સએપ એક એવું માધ્યમ છે જેનાથી મેસેજ કરવું ખુબ સરળ બની ગયું છે. અને વોટ્સએપ તેના યૂઝર્સ માટે સતત નવી નવી અપડેટ કરતું રહે છે. જોકે, હજુ સુધી તેમાં એવી કોઈ સુવિધા નથી એડ કરાઈ જેના થકી તમે એકવાર ડિલીટ થયેલો મેસેજ ફરી વાંચી શકો. આજે અમે આપને જણાવીશું કે કઈ રીતે તમે વોટ્સએપમાં ડિલીટ થયેલો મેસેજ પર મેળવીને વાંચી શકો છો.
ફોનમાં ડાઉનલોડ કરવી પડશે થર્ડ પાર્ટી એપ
અત્યાર સુધી તમે Whatsapp પર ડિલીટ થયેલો મેસેજ ફરી વાંચી નહોંતા શકતા. પણ હવે એક ટ્રીકના માધ્યમથી તમે ડિલીટ થયેલો મેસેજ પણ ફરી વાંચી શકશે. એના માટે તમારે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે થર્ડ પાર્ટી એપ. આ એપ વોટ્સએપની નથી. પણ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરી શકો છે.
આ રીતે પરત મેળવો જૂના ડિલીટ થયેલાં મેસેજ
સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરથી WhatsRemoved+ એપ ડાઉનલોડ કરવી પડશે. એપ ઈન્સ્ટોલ થયા બાદ તેના સેટિંગ સેવ કરો અને જરૂરી પરમિશન આપો. ત્યાર બાદ એપમાં જઈને એપના ઓપ્શનને સિલેક્ટ કરો, જેના નોટિફિકેશનને તમે સેવ કરવા માંગો છો. નોટિફિકેશનને સેવ કરવા માટે વોટ્સએપ સિલેક્ટ કરો. ત્યાર પછી નેક્સ્ટના વિકલ્પને ક્લિક કરો. ત્યારે તમારી સામે એપમાં ઘણી બધી નવી સ્ક્રીન ખુલશે. જેમાં તમારે YES પર ક્લિક કરીને સેવ કરવાનું છે. આ બધુ કર્યા બાદ તમે આ એપનો ઉપયોગ કરી શકશો. નોંધનીય છેકે, થર્ડ પાર્ટી એપ તમારે તમારા રિસ્ક પર ડાઉનલોડ કરવાની રહેશે. કારણકે, થર્ડ પાર્ટી એપ એ whatsappનું અધિકારિક ફીચર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે