લો બોલો! હવે બાઈકમાં પણ આવશે કાર જેવી એરબેગ! હોન્ડાની આ બાઈક જોઈને ઉડી જશે હોશ

લો બોલો! હવે બાઈકમાં પણ આવશે કાર જેવી એરબેગ! હોન્ડાની આ બાઈક જોઈને ઉડી જશે હોશ

નવી દિલ્લીઃ અકસ્માતથી બચવા માટે તમે કારોમાં તો એરબેગ જોયું જ હશે. પરંતુ શું તમે બાઈકમાં એરબેગનું ફીચર જોયું છે. જી હા, હોન્ડાએ એક એવી શાનદાર બાઈક લોન્ચ કરી છે જેમાં અનોખા ફીચર આપવામાં આવ્યા છે. હોંડાની આ નવી બાઈકનું નામ Honda Gold Wing Tour છે. આ બાઈક તેના શાનદાર લુક્સથી તો અલગ પડે જ છે, જો કે બાઈકની પ્રાઈસ સાંભળી ભલભલા લોકો ચોંકી ઉઠશે. આ એક બાઈકની કિંમતે તો તમે 3-4 કાર ખરીદી શક્શો. શું છે આ બાઈકમાં એટલું ખાસ આવો જાણીએ સમગ્ર વિગત.
Honda Gold Wing Tourની એક્સ શો-રૂમ કિંમત 39.20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેની સામે ફોર્ચ્યુનર કારની એક્સ-શોરૂમ કિંમત 32 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેથી તમે કહી શકો કે આ બાઈકની કિંમતે તો એક મોટી SUVની કિંમતને પણ ટક્કર મારી.આ શહેરોમાં શરૂ થઈ ગોલ્ડવિંગની બુકિંગ-
ગુરુગ્રામ ઉપરાંત કંપનીએ મુંબઈ, બેંગ્લોર, ઈન્દોર, કોચી, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતામાં સ્થિત વિશિષ્ટ બિગવિંગ ટોપલાઈન ડીલરશીપ પર આ લક્ઝરી બાઇક માટે બુકિંગ લેવાનું શરૂ કર્યું છે. ચેન્નઈ, કોચી અને બેંગ્લોરમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 40 લાખ રૂપિયાથી વધુ છે. કંપનીએ આ બાઈકમાં 1833 cc એન્જિન આપવામાં આવ્યું છે, જે 170 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ બાઈકનું એન્જિન સુઝુકીની હાયાબુઝા બાઈક કરતા પણ વધું છે, જે 1300ccનું છે.કાર જેવા ફીચર્સથી સજ્જ છે આ બાઈક-
હોન્ડા ગોલ્ડવિંગ ટૂરમાં એરબેગ ઉપરાંત ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં એક્સટેન્ડેડ ઈલેક્ટ્રિક સ્ક્રીન છે, જેને ડાબા હેન્ડલબારથી ઓપરેટ કરી શકાય છે. કંપનીએ તેમાં 7 ઈંચની TFT લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે સ્ક્રીન આપી છે. હોન્ડાની આ બાઇકમાં જાયરોસ્કોપ પણ છે, જે ટનલમાં પણ રાઇડરને નેવિગેશનની સુવિધા આપે છે. તેમાં Apple CarPlay અને Android Auto પણ છે. આ સિવાય આ બાઈકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને USB Type-C સોકેટ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
બાઈકની આ પણ છે બીજી ખાસિયત-
ગોલ્ડ વિંગ બાઈકના અન્ય ફીચર્સમાં ક્રુઝ કંટ્રોલ પણ સામેલ છે. તેમાં કારની જેમ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સુવિધા પણ આપવામાં આવી છે. આ બાઈકમાં ચાર ઓટોમેટિક રાઈડ મોડ છે. બાઈકને મેન્યુઅલ મોડમાં પણ ચલાવી શકાય છે. આ બાઈકમાં હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC) ફીચર આપવામાં આવ્યું છે, જે પાછળના વ્હીલમાં ટ્રેક્શન જાળવી રાખે છે. બાઈકનું સસ્પેન્શન પણ એડજસ્ટ કરી શકાય છે. બાઈકનું ફ્યુલ ટેન્ક 21 લીટરનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news