બધુ છોડી આ બાઈક પર તૂટી પડ્યા લોકો! વેચાણમાં 458% નો બંપર ઉછાળો, વિગતો જાણો
ભારતીય બાઈક ઈન્ડસ્ટ્રીમાં 150સીસીથી 200સીસી સેગમેન્ટમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સપ્ટેમ્બર 2023માં આ સેગમેન્ટના વેચાણમાં વર્ષ દર વર્ષના આધાર પર 17.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ સેગમેન્ટની અનેક બાઈક જો કે સારું પ્રદર્શન પણ કરી રહી છે.
Trending Photos
ભારતીય બાઈક ઈન્ડસ્ટ્રીમાં 150સીસીથી 200સીસી સેગમેન્ટમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સપ્ટેમ્બર 2023માં આ સેગમેન્ટના વેચાણમાં વર્ષ દર વર્ષના આધાર પર 17.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ સેગમેન્ટની અનેક બાઈક જો કે સારું પ્રદર્શન પણ કરી રહી છે. આ સેગમેન્ટમાં બજાજ પલ્સરે એકવાર ફરીથી સારું પ્રદર્શન કર્યું છે. આ બાઈકે અપાચે અને યુનિકોર્નને પછાડીને ફરીથી નંબર વનની પોઝિશન મેળવી છે. પરંતુ જે બાઈકે વર્ષ દર વર્ષના આધારે સૌથી વધુ સારું પ્રદર્શન કર્યું છે તે આ બાઈક નથી. તો ચાલો જાણો આ બાઈક વિશે...
આ બાઈકનું નામ છે હોન્ડા હોર્નેટ 2.0. આ બાઈકે વર્ષ દર વર્ષના આધારે ગજબની લીડ મેળવી છે. હોન્ડા હોર્નેટ 2.0એ સપ્ટેમ્બર 2023માં વર્ષ દર વર્ષના આધાર પર 458.26 ટકાની લીડ મેળવી છે.
હોન્ડા હોર્નેટ 2.0નું વેચાણ
ગત મહિને સપ્ટેમ્બર 2023માં હોન્ડા હોર્નેટ 2.0એ 150સીસીથી 200સીસી સેગમેન્ટમાં ખુબ સારું વેચાણ મેળવ્યું છે. સપ્ટેમ્બર 2023માં હોન્ડા હોર્નેટ 2.0એ 3852 યુનિટ્સનું વેચાણ મેળવ્યું છે. આ બાઈકે વર્ષ દર વર્ષ (YoY) આધાર પર 458.26 ટકાનો ભારે વૃદ્ધિદર મેળવ્યો છે. આ વૃદ્ધિનો જશ તેની પ્રતિસ્પર્ધી કિંમત, અને તેની ખાસિયતને આપી શકાય જેનાથી તે બજેટ પ્રત્યે જાગૃત ગ્રાહકો વચ્ચે એક લોકપ્રિય વિકલ્પ બન્યો છે. તેની ડેટેલ પણ તમે ખાસ જાણો.
શું છે ફીચર્સ
હોન્ડાની આ સ્ટ્રીટ બાઈકના ફીચર્સની વાત કરીએ તો તેમાં ફૂલ ડિજિટલ લિક્વિડ ક્રિસ્ટલ મીટર, સ્પોર્ટી સ્પ્લિટ સીટ્સ, સિંગલ ચેનલ ફ્રન્ટ ABS, એન્જિન સ્ટોપ સ્વિચ, ડ્યૂલ પેટલ ડિસ્ક બ્રેક, LED હેડલાઈટ જેવા ફીચર્સ મળે છે.
હોન્ડા હોર્નેટ 2.0ની કિંમત
તેની કિંમતની વાત કરીએ તો હોન્ડા હોર્નેટ 2.0ની કિંમત 1.39 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) થી શરૂ થાય છે. આ પ્રાઈસ સેગમેન્ટમાં તેનો મુકાબલો TVS અપાચે, RTR 200 4V અને બજાજ પલ્સર NS200 ને ટક્કર આપે છે.
કલર વિકલ્પ
હોન્ડા હોર્નેટ 2.0 બાઈક એક વેરિએન્ટ ABS માં ઉપલબ્ધ છે. જ્યારે કલર વિકલ્પની વાત કરીએ તો આ બાઈક ચાર કલર ઓપ્શનમાં આવે છે જેમાં મેટ એક્સિસ ગ્રે મેટાલિક, મેટ માર્વેલ બ્લ્યૂ મેટાલિક, મેટ સંગરિયા રેડ મેટાલિક અને પર્લ ઈગનિયસ બ્લેકમાં ઉપલબ્ધ છે.
એન્જિન પાવરટ્રેન
આ હોન્ડા બાઈકમાં 184.4cc નો 4 સ્ટ્રોક SI એન્જિન આવે છે જે 17.2ps નો પાવર અને 16.1nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. એન્જિન સાથે તેમાં 5 સ્પીડ ગેયરબોક્સ અપાયું છે. આ બાઈકમાં મલ્ટીપ્લેટ વેટ ક્લચ લાગેલું છે. જ્યારે તેની ફ્યૂલ ટેંક કેપેસિટી 12 લીટર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે